Get The App

ગુરૃ-ચેલા બેવ ધર્મની શું દાટ વાળવા માટે સાધુ થયા છો : ઇન્દ્રભારતી બાપુ

તને સાધુ કહેવો એ પણ ભગવાનું અપમાન છે, અમારી સામે, સમાજની સામે આવીને વાત કરો તો ખબર પડે કે કઇ રીતે વાત કરાય : માધવગીરી બાપુ

Updated: Sep 7th, 2022


Google NewsGoogle News
ગુરૃ-ચેલા બેવ ધર્મની શું દાટ વાળવા માટે સાધુ થયા છો : ઇન્દ્રભારતી બાપુ 1 - image

સાધુ સમાજ અને અખાડાઓ આનંદસાગરને માફી આપવા તૈયાર નથી - ઇન્દ્રભારતી બાપુ અને માધવગીરી બાપુ


વડોદરા : અમેરિકાની ધરતી પર ભગવાન શિવજી અંગે એલફેલ બોલનાર આનંદસાગર સામે હિન્દુ સંત, સાધુ સમાજ અને અખાડાઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આનંદસાગરે અમેરિકાથી એક વીડિયો મોકલીને માફી માગી છે પરંતુ સાધુ સમાજ અને અખાડાઓ માફી આપવા તૈયાર નથી અને આનંદસાગર સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

ગિરનાર સાધુ મંડળના પ્રમુખ એ પંચ દશનામ જુના અખાડાના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ કહે છે કે 'એનુ નામ છે આનંદ સાગર, આનંદ તો છે જ નહી એમા... અને એને આનંદ કરવા દેવાય જ નહી. આનંદ નામની જે વ્યક્તિ છે એ અને તેના ગુરૃ... ગુરૃ ચેલા બેવ સમાજની, સંપ્રદાયની અને ધર્મની દાટ વાળવા સાધુ થયા છે ? આ તો સનાતન ધર્મના ભગવાન શિવજી છે કે જે અજન્મા છે...

... શિવજી સબકા બાપ હૈ, બેટા કીસી કા નાહી, બેટા બન કે અવતરે વો  શિવજી નાહી. અને આ લોકો શિવજીનું અપમાન કરે છે. સંપ્રદાયમાં ઘણા સંતો છે તે આ બન્નેનો વિરોધ કરતા નથી મતલબ કે તેઓ તેની સાથે સહમત છે. પહેલા કઇક કરવાનું પછી માફી માગી લેવાની ? આ નહી ચલાવી લેવાય. આનંદ સાગર સાધુ છે જ નહી અને સાધુ સંતો તેને ક્યારે માફ નહી કરે.

તો ગીરનાર અવધુત આશ્રમના માધવગીરી બાપુએ કહ્યું હતું કે 'સમગ્ર સનાતન સંસ્કૃતિના આધ્યાત્મના મૂળ   એવા ભગવાન શિવજીનું અપમાન કરીને આનંદ સાગરે બહુ મોટો અપરાધ કર્યો છે અને આ અપરાધ હિન્દુ સમાજનું પણ બહુ મોટુ અપમાન છે. હું પુછવા માગુ છુ કે તમે શું સિધ્ધ કરવા માગો છો. આવી વાત અમારી સામે, સમાજની સામે આવીને કરો તો ખબર પડે કે કેમ વાત થાય. આ મામલે સાધુ સમાજની બેઠકો શરૃ થઇ ગઇ છે. આનંદસાગર સામે કડક પગલા લેવામાં આવશે. કહેવાતા ભગવા પહેરીને પોતાને સાધુ કહેવડાવે છે.. તને સાધુ કહેવો એ પણ ભગવાનું અપમાન છે'

ગુરૃ-ચેલા બેવ ધર્મની શું દાટ વાળવા માટે સાધુ થયા છો : ઇન્દ્રભારતી બાપુ 2 - image
આનંદસાગર અને પ્રબોધ સ્વામી

ઢોંગ કરતા સાધુને ખબર નથી કે ભગવાન શિવ તો બધાનો બાપ છે

દેવાધી દેવ મહાદેવને નાના બતાવીને પોતાને તેમજ પોતાના સંપ્રદાયને મહાન બતાવવાનો ઢોંગ કરતા સાધુને ખબર નથી કે ભગવાન શિવ તો બધાનો બાપ છે. બધા દેવનો અને બધા સંપ્રદાય શિવને આધીન છે. સાધુ શબ્દ અને સાધુવેશ એ જ્ઞાાન, વિવેકનું પ્રતિક છે નહી કે પાખંડ કે અજ્ઞાાનતાનું.

પ્રબોધ સ્વામી અને આનંદસાગરને જણાવવાનું કે આપે ભગવાન શિવ વિશે વૃતાંત તમારા ભક્તોને સંભળાવ્યુ તેના આધાર, પ્રમાણ રજૂ કરો અન્યથા આ વાત પોતાના મોઢાની ગોઠવેલ વાહિયાત વાત છે એમ જાહેરમાં કહો અને દૈનિક પત્રો દ્વારા સમગ્ર સનાતન ધર્મની માફી માગો એવી અમારી માગ છે.

- હર્ષદગીરી ગોસ્વામી

મહંત શ્રી ભીડ ભંજન મારૃતિ મંદિર, હરણી વડોદરા


હરિ પ્રબોધમ યુથ નામના ગૃપ દ્વારા શિવજીનું અપમાન કરનાર આનંદસાગરના સમર્થનમાં 'વી વીથ યુ' અભિયાન

એક તરફ આનંદસાગરે માફી માગતો વીડિયો જાહેર કર્યો બીજી તરફ આનંદસાગરના વિચારોને સમર્થન

ગુરૃ-ચેલા બેવ ધર્મની શું દાટ વાળવા માટે સાધુ થયા છો : ઇન્દ્રભારતી બાપુ 3 - image

ભગવાન શિવ અંગે વાણી વિલાસ કરતો આનંદસાગરનો વીડિયો વાયરલ થતાં જ સમગ્ર હિન્દુ સનાતન સમાજમાં ભારે આક્રોશ પેદા થયો છે આ આક્રોશની જ્વાળાઓથી ડરીને આનંદસાગરે ભલે માફી માગતો વીડિયો જાહેર કર્યો છે પરંતુ બીજી તરફ હરિ પ્રબોધમ યુથ નામના એક ગૃપે આનંદસાગરના સમર્થનમાં અભિયાન ચાલુ કર્યુ છે.

બુધવારે સવારથી ચાલુ થયેલા આ અભિયાનમાં હરિપ્રબોધમ જુથ સાથે સંકળાયેલા અનુયાયીઓના વોટ્સએપ અને ટેલીગ્રામ ગૃપમાં આનંદસાગરના ફોટો સાથે સંદેશાઓ વહેતા થયા છે કે 'વી વીથ યુ' - 'વી સપોર્ટ યુ' શિવજી અંગે અયોગ્ય ટીપ્પણી બદલ આનંદસાગર સામે પગલા લેવા જોઇએ તેના બદલે તેના સમર્થનમાં અભિયાન ચાલુ કરવામાં આવ્યુ જે બતાવે છે કે પ્રબોધમ ગૃપમાં કેટલાક એવા લોકો પણ છે જે શિવજીના અપમાનની વાતને પણ સમર્થન આપે છે.


Google NewsGoogle News