Get The App

આરટીઓનો ટેસ્ટીંગ ટ્રેક ફરી ઠપ્પ : 18મી સુધી બંધ રખાશે

Updated: May 16th, 2024


Google NewsGoogle News
આરટીઓનો ટેસ્ટીંગ ટ્રેક ફરી ઠપ્પ : 18મી સુધી બંધ રખાશે 1 - image


ગાંધીનગરમાં ટ્રેક કાર્યરત હોવા કરતા બંધ વધુ હોય છે

મેઇન્ટેનન્સ કરવાનું હોવાથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ શકાશે નહીં : લાયસન્સ સંબંધી તમામ કામગીરી પણ થશે નહીં

ગાંધીનગર :  ગાંધીનગર આરટીઓ કૌભાંડોની સાથે ટેસ્ટીંગ ટ્રેક બંધ રહેવાના વધતા જતા કિસ્સાઓથી ચર્ચામાં રહ્યું છે. અગાઉ કૌભાંડોને કારણે ટ્રેક બંધ કરવાની ફરજ પડયા બાદ, વારંવાર ટેકનીકલ ખામી,સર્વરની ત્રુટી,સારથિ સોફ્ટવેરમાં ઇસ્યુ, વાયબ્રન્ટ સમિટ,મેઇન્ટનન્સ સહિતના વિવિધ કારણોને કારણે પણ ટેસ્ટીંગ ટ્રેક બંધ રહેતો હતો. જેના પગલે ગાંધીનગર આરટીઓમાં લાયસન્ય કઢાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેનાર અરજદારો પણ ટેસ્ટ આપી શક્તા ન હતા ત્યારે ફરી એકવાર મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી ગાંધીનગર સહિત સમગ્ર દેશની આરટીઓના ટ્રેક ઠપ્પ થઇ જશે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આરટીઓના સારથિ સહિત અન્ય સોફ્ટવેર તથા ટેકનીકલ ઇસ્યુ વારંવાર સર્જાય છે ત્યારે આ સોફ્ટવેર-એપ્લિકેશન સહિત ટેકનોલોજીની અપડેશન તથા મેઇન્ટેન્સ પણ સમયાંતરે જરૃરી છે જેના પગલે આજથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પણ બંધ થઇ ગઇ છે. ગાંધીનગર સહિત ગુજરાત અને સમગ્ર દેશમાં આ પ્રકારે ટ્રેક તથા લાયસન્સ સંબંધી તમામ કામગીરી બંધ રહેવાની છે ત્યારે સંભવિત આગામી તા.૧૮મીએ સવાર સુધીમાં મેઇન્ટેનન્સની કામગીરી પુર્ણ કરી દેવામાં આવશે અને ત્યાર બાદ ટેકનીકલ રીતે ટ્રાયલરન તથા ટેસ્ટીંગ કરીને અરજદારો પાસેથી સોમવારથી ઓપેઇન્ટમેન્ટ સિસ્ટમ ખુલ્લી મુકવામાં આવશે. ટેકનીકલ ખામી, સર્વરમાં લોચા, સોફ્ટવેરના ઇસ્યુ, વાયબ્રન્ટ સમિટ, કૌભાંડોની તપાસ સહિતના વિવિધ કારણોને કારણે ગાંધીનગરમાં ટેસ્ટીંગ ટ્રેક કાર્યરત રહ્યો તેના કરતા બંધ વધારે રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ સારથિ એપ્લિકેશન ડેટાબેઝ સર્વરમાં ટેકનીકલ ખામી ઉદ્ભવવાને કારણે ગાંધીનગર સહિત ગુજરાતીની  આરટીઓમાં ૧૩ દિવસ સુધી ટ્રેક બંધ રહ્યો હતો તથા લાયસન્સની પણ કોઇ કામગીરી થઇ શકી ન હતી અને ત્રણ હજારથી પણ વધુ લાયસન્સની પેન્ડન્સી ઉભી થઇ હતી.


 


Google NewsGoogle News