SMCએ પકડેલા 78 લાખના દારૃના કેસમાં 13 વાહનોના માલિકો જાણવા આરટીઓની મદદ લીધી
વડોદરાઃ આજવા રોડ સરદાર એસ્ટેટમાં એસએમસીની ટીમે દરોડો પાડીને બૂટલેગર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડી ૭૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૃ કબજે કરવાના બનાવમાં મળી આવેલા વાહનોની આરટીઓ પાસે ડીટેલ માંગવામાં આવી છે.
આજવા રોડ પર શ્રી હરિ એસ્ટેટ નજીકના પ્લોટમાં દારૃન કટિંગ સમયે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી રૃ.૭૮ લાખની કિંમતની ૩૮૪૧૨નંગ શરાબની બોટલો અને ટેમ્પો,રિક્ષા સહિત ૧૩ વાહનો મળી કુલ રૃ. ૧.૨૪ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
પોલીસે પકડેલા પાંચ જણાને પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. કબજે લેવામાં આવેલા ૧૩ વાહનોના નંબરને આધારે તેમના માલિકોની પણ માહિતી માંગવામાં આવી છે.