આરટીઓ પાંચ દિવસ માટે બંધ 800 એપોઇન્ટમેન્ટ રી-સિડયુલ

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
આરટીઓ પાંચ દિવસ માટે બંધ 800 એપોઇન્ટમેન્ટ રી-સિડયુલ 1 - image


વાયબ્રન્ટને કારણે ગ-રોડ પર પ્રતિબંધ જાહેર કરાયો છે ત્યારે

ટેસ્ટ આપવા આવતા વાહનચાલકો ધક્કો ન ખાયઃ૧૫મી પછી તબક્કાવાર સ્ટોલ વધારીને અરજદારોને સમાવી લેવાશે-તંત્ર

ગાંધીનગર :  ગાંધીનગરનો ગ-રોડ પણ વાયબ્રન્ટને કારણે બંધ કરવામાં આવ્યો છે ત્યારે આ રોડ પર આવેલી આરટીઓ કચેરી પણ તાળા લટકતા જોવા મળશે. અગાઉ નામ પુરતી કચેરી ખુલી રાખવામાં આવી હતી પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સાથે સલામતી-સુરક્ષા પણ જળવાય રહે તે માટે પાંચ દિવસ આરટીઓ પણ બંધ કરવાનો નિર્યણ લેવામાં આવ્યો છે. જેના કારણે આ દિવસો દરમ્યાન ૮૦૦ જેટલા વાહનચાલકોએ એપોઇન્ટમેન્ટ લીધી છે તેમને નહીં આવવા માટે સુચન કરવામાં આવ્યું છે અને તેમને તા.૧૫મી બાદના દિવસોમાં રિ-સીડયુલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને સલામતીને ધ્યાને રાખીને નગરના જ અને ખ-માર્ગ ઉપરાંત ગ-માર્ગ પણ ૯મીથી સામાન્ય વાહનચાલકો-વટેમાર્ગુઓ માટે બંધ કરી દેતું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. નગરના ગ-માર્ગ ઉપર આરટીઓ કચેરી પણ આવેલી છે.અહીં અરજદારો દ્વારા આ તારીખો દરમ્યાન ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પણ લઇ લેવામાં આવી છે ત્યારે હવે આ દિવસોમાં સામાન્ય વ્યક્તિઓને આ રોડ ઉપર જવા દેવાના નથી ત્યારે આરટીઓ સુધી પહોંચવું પણ શક્ય નથી જેથી ગાંધીનગર આરટીઓ દ્વારા તા.૯મીથી ૧૨મી સુધીની તમામ લગભગ ૮૦૦ જેટલી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ હાલ રદ કરી દીધી છે અને તેને હવે રિ-સિડયુંલ કરવામાં આવશે. અધિકારી વર્તુળમાંથી મળતી માહિતી પ્રમાણે, એપોઇન્ટમેન્ટ લેનાર વાહનચાલકને પણ આ દિવસો દરમ્યાન ટેસ્ટ આપવા દેવામાં નહીં આવે અને હવે તા.૧૫મી બાદ આ ૮૦૦ અરજદારોને સ્લોટ વધારીને અને વધારાનો ટાઇમ ફાળવીને પણ વહેલી તકે વેઇટીંગ પુર્ણ કરવામાં આવશે તેવો વિશ્વાસ પણ એઆરટીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News