પૂરની પરિસ્થિતિ વીજ કરંટ લાગતા જવાનનું મોત : પરિવારને રૂ.2.76 લાખની સહાય

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
પૂરની પરિસ્થિતિ વીજ કરંટ લાગતા જવાનનું મોત : પરિવારને રૂ.2.76 લાખની સહાય 1 - image

વડોદરા,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

નર્મદામાં આવેલા પૂરની પરિસ્થિતિમાં કરનાળી આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં સામાન બહાર કાઢતા વીજ કરંટથી ગ્રામ રક્ષક દળના એક જવાનનું મૃત્યુ થયું હતું તેના પરિવારજનોને પોલીસ કર્મચારીઓ અને કરનાળીના કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાને ટ્રસ્ટ દ્વારા રૂપિયા 2,76,000 ની સહાયના ચેક આપવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં નર્મદાના પૂરના પાણી ફરી વળવાના સમયે ગ્રામ રક્ષક દળના જવાન વડીયા ગામના કિરણભાઈ બારીયા આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાંથી સામાન બહાર કાઢવાની કામગીરી કરતા હતા ત્યારે વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું.

 પૂરની પરિસ્થિતિમાં કરનાળી આઉટ પોસ્ટ માંથી સામાન કાઢવા સમયે વીજ કરંટથી મૃત્યુ પામતા કર્મચારીઓમાં શોખ ફેલાયો હતો ત્યારબાદ ચાણોદના પી.એસ.આઇ.ડી.આર. ભાદરકા એ મૃત્યુ પામેલા ગ્રામ રક્ષક દળના જવાન કિરણ બારીયાના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી અને તેમના પરિવારની પરિસ્થિતિ નિહાળી ચાણોદ અને કરનાળીના કર્મચારીઓ તેમજ અન્ય સેવાભાવી વ્યક્તિઓને મદદ કરવા અપીલ કરી હતી જેને ધ્યાનમાં રાખી પોલીસ કર્મચારીઓ દ્વારા રૂપિયા 1,25,000 અને પીએસઆઇ ડી.આર ભાદરકા એ કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટીને પણ મદદ કરવા અપીલ કરી હતી જેથી તેઓના પ્રયત્નથી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂપિયા 1,51,000 નું દાન આપવામાં આવ્યું હતું.

ગઈકાલે કુબેરેશ્વર ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યા અને પીએસઆઇ ડી.આર.ભાદરકાની ઉપસ્થિતિમાં મૃત્યુ પામેલા કિરણભાઈ બારીયાના પરિવારજનોને ચેક સુપ્રત કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News