વડોદરામાં દિવાળીપુરા વિસ્તારના બંધ મકાનમાંથી રૂ. 1.55 લાખ માલમતાની ચોરી
image ; Freepik
Theft Case in Vadodara : વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા નિવૃત જીએસટી સુપ્રીન્ટેડન્ટ પત્ની સાથે મહારાષ્ટ્ર તેમની દીકરીના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો કબાટોમાંથી સામાન વેરવિખેર કરી નાખ્યા બાદ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 1.55 લાના મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. અકોટા પોલીસે
વડોદરા શહેરના ઓપી રોડ પર દિવાળીપુરા વિસ્તારમાં સુસ્કૃતિનગરમાં વિભાગ-2માં રહેતા યોગેશકુમાર રતિલાલભાઈ ભગતે ફરિયાદ નોધાવી છે કે મારી પત્ની કલ્પાનાબેન નાયબ મામલતદારની પોસ્ટ પરથી જ્યારે હુ જીએસટી વિભાગમાં સુપ્રીટેન્ડન્ટની પોસ્ટ પરથી નિવૃત થયા હતા. ગઈ 21 જુનના રોજ હેલી સવારે આશરે આઠેક વાગે અમારા ઘરના બારીબારણા બંધ કરીને મકાનને લોક કરીને હું મારી પત્ની સાથે મારી દિકરી અંજલી પ્રેગ્નેટ હોય તેની સારસંભાળ માટે પુણે મહારાષ્ટ્ર ખાતે રહેવા માટે ગયા હતા.દરમિયાન અમારા મકાનની બાજુના મકાનમાં રહેતા પાડોશીનો ફોન મારી પત્નિ કલ્પનાબેનના મોબાઇલ ફોન પર આવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે તમારા ઘરના દરવાજો ખુલ્લો છે અને લોક તુટેલી હાલતમાં હોય ચોરી થયેલ હોય તેવુ લાગે છે. જેથી હું મહારાષ્ટ્રથી ફ્લાઇટ વડોદરા આવી ઘરમાં જઈ તપાસ કરતા દરવાજાનું ઇન્ટરલોક તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા અને રસોડામાં રાખેલ ભગવાનના મંદિરમાં પુજા અર્થે રાખેલ ચાંદીના સિક્કા નંગ 20, તથા બેડ રૂમમા કબાટમા રાખેલા કપડા વેર વિખેર કરી નાખ્યા હતા. પ્રથમ માળે આવેલ બન્ને રૂમમા બનાવેલા કબાટમાંથી બે સોનાચાંદીના દાગીના અને રોકડા 45 હજાર મળી રૂ.1.55 લાખ મત્તાની સાફસુફી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. જેથી અકોટા પોલીસ ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.