Get The App

સિવિલ કમ્પાઉન્ડમાંથી બાઇક ચોરી રાજસ્થાનમાં ફરતો ચોર પકડાયો

Updated: May 19th, 2024


Google NewsGoogle News
સિવિલ કમ્પાઉન્ડમાંથી બાઇક ચોરી રાજસ્થાનમાં ફરતો ચોર પકડાયો 1 - image


ગાંધીનગરમાં વધતી જતી વાહન ચોરી વચ્ચે

કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટીંગનું કામ કરતા કારીગરને પોલીસે સીસીટીવી સર્વેલન્સના આધારે ખેરવાડાથી ઝડપી લીધો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વાહન ચોરી વધી રહી છે ત્યારે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી બાઇકની ચોરી કરીને રાજસ્થાનના ખેરવાડામાં ફરતા અને સેન્ટીંગનું કામ કરતા કારીગરને પોલીસે ઝડપી લીધો છે અને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો છે.

પાટનગર ગાંધીનગર શહેરના જાહેર સ્થળો ઉપરથી વાહન ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે અને ખાસ કરીને એસટી ડેપો આસપાસ તેમજ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ અને સેક્ટર ૨૧ શાક માર્કેટ વિસ્તારમાં આંતરે દિવસે વાહન ચોરાયાની બૂમો પડતી હોય છે ત્યારે થોડા દિવસ પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી એક બાઇકની ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી જેના પગલે સેક્ટર ૭ પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા ચિલોડા સુધી આ બાઈક ચોરને જોવામાં આવ્યો હતો. જોકે તેની ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ હતી અને તેના આધારે તપાસ કરતા તે રાજસ્થાનના ખેરવાડા એસટી બસ સ્ટેન્ડ પાસે ચોરીના બાઈક સાથે ફરતો હોવાની વિગતો મળતા પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને તેને ઝડપી લીધો હતો. જે ઉદેપુર વૃષભદેવના ઘોડીટપાણા ગામનો પવન રાજેશ ડામોર હોવાનું બહાર આવ્યું હતું અને તે ગાંધીનગરની કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર સેન્ટીગનું કામ કરતો હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસ દ્વારા ચોરીના બાઈક સાથે તેને ઝડપી લઈને ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પૂછપરછ શરૃ કરવામાં આવી છે અને ચોરીના અન્ય ગુના ઉકેલાવવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.


Google NewsGoogle News