હરણી-સમા લિન્ક રોડ પર પત્ની સાથે ચાલવા નીકળેલા યુવકનો અછોડો તૂટયો

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
હરણી-સમા લિન્ક રોડ પર પત્ની સાથે ચાલવા નીકળેલા યુવકનો અછોડો તૂટયો 1 - image

વડોદરાઃ હરણી-સમા લિન્ક રોડ પર ગઇરાતે એક ુયુવકનો અછોડો તૂંટતાં પોલીસે બાઇક સવાર ત્રણ અછોડા તોડોની તપાસ હાથ ધરી છે.

હરણી-સમા લિન્ક રોડ પર નવી બનેલી અંબે સ્કૂલ પાસે મધુવનમાં રહેતા જતીન કાથરેટિયાએ પોલીસને કહ્યું છેકે,ગઇરાતે હું પત્ની સાથે ચાલવા નીકળ્યો ત્યારે બાઇક પર ત્રણ યુવકો આવ્યા હતા અને મારો અછોડો તોડીને ભાગ્યા હતા.

આ વખતે મેં અછોડો પકડી લેતાં અછોડાનો સવા તોલા જેટલો ભાગ મારી પાસે રહી ગયો હતો.હરણી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News