છાણીના શો રૃમની બહાર પરિવારજનો સામે જ નિવૃત્ત શિક્ષિકાનાે સાડા ત્રણ તોલાના અછોડાની લૂંટ

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
છાણીના શો  રૃમની બહાર પરિવારજનો સામે જ  નિવૃત્ત શિક્ષિકાનાે સાડા ત્રણ તોલાના અછોડાની લૂંટ 1 - image

વડોદરાઃ છાણી જકાતનાકા વિસ્તારમાં ધોળે દિવસે પરિવારજનોની નજર સામે જ એક નિવૃત્ત શિક્ષિકાનો સાડાત્રણ તોલાનો અછોડો લૂંટાતા પોલીસે નાકાબંધી કરી લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે.

ન્યુ સમા રોડ વિસ્તારની ગોવર્ધન પાર્ક સોસાયટીમાં રહેતા ૭૬ વર્ષીય વસંતા ભાસ્કરને પોલીસને કહ્યું છે કે,ગઇકાલે બપોરે હું મારા પતિ,પુત્ર અને પુત્રવધૂ કારમાં બેસી છાણી જકાતનાકા ખાતે હુન્ડાઇના શો રૃમમાં કાર પસંદ કરવા ગયા હતા.

બપોરે ૧૨.૪૦ વાગે અમે શો રૃમમાંથી બહાર નીકળતા હતા અને મારો પુત્ર કારમાં બેસવા જતો હતો તે વખતે બાઇક પર બે લૂંટારા ધસી આવ્યા હતા અને મારા ગળામાંથી સાડા ત્રણ તોડાનો અછોડો લૂંટી ફરાર થઇ ગયા હતા.

આ વખતે અછોડાનું ત્રણ ગ્રામનું પેન્ડન્ટ નીચે પડી જતાં બચી ગયું હતું.બનાવ અંગે ફતેગંજ પોલીસે કરજણ સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા.જેમાં લૂંટારાઓએ પોલીસને ચકમો આપવા માટે બાઇક પર કારની નંબર પ્લેટ લગાવી હોવાનું જણાઇ આવ્યું છે.


Google NewsGoogle News