વડોદરામાં IPCL કવાટર્સ પાસે ATMમાં ચોરીનો પ્રયાસ તસ્કરનો નિષ્ફળ પ્રયાસ
ATM Theft Case in Vadodara : વડોદરા જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીસીએલ કવોટર્સ પાસે એટીએમ તોડી ચોરી કરવાનો તસ્કરે પ્રયાસ કર્યો હતો પરંતુ એટીએમ શટરને ખુલતા તસ્કરે મશીનને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે ચોરી કરવા માટે આવેલો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. બ્રાન્ચ હેડ આ ફોટા પોલીસ સ્ટેશનમાં ચોરીનો પ્રયાસ કરવા આવેલા તસ્કર સામે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વ્રજવિલા એપાર્ટમેન્ટમાં રહેતા રૂપેશકુમાર પંકજ શ્રીહરીનંદન પ્રસાદ કુશવાહે ફરીયાદ નોંધાવી છે કે આઈ.પી.એસી.એલ. ક્વાટર્સ તપોવાન મંદીર પાસે આવેલ બેન્ક ઓફ બરોડામાં બ્રાન્ય હેડ તરીકે નોકરી કરું છુ. તેમની બેંકની બાજુમાં આવેલા એ.ટી.એમમાં 13 જૂનના રોજ તસ્કરે ચોરી કરવા એટીએમ ખોલવાની કોશીશ કરી એ.ટી.એમને નુકશાન પહોંચાડ્યું હતું. પરંતુ એ.ટી.એમ.માંથી રૂપિયા નીકળ્યા ન હતા. ત્યાર બાદ અલ્કાપુરી ખાતે આવેલ અમારી હેડ ઓફીસથી એ.ટી.એમ. ખોલવાની કોશીશ કરી એ.ટી.એમ.ને નુકશાન પહોંચાડયું હતું. તસ્કર ત્યાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરામાં કંડારાઈ ગયો હતો. ફૂટેજ ચેક કરતા 13 જુનના રોજ રાત્રિના પોણા બે વાગ્યાના અરસામાં એક ચોર રાત્રિના 1:45 વાગ્યાના અરસામાં મોઢા પર રૂમાલ બાંધીને બેંકના એટીએમ પાસે આવ્યો હતો. ત્યારબાદ એ.ટી.એમમાં જઈને મશીન ખોલવાની કોશિશ કરી હતી. એ.ટી.એમ મશીન ખુલ્લી જ ન હતું જેથી તસ્કર ચોરી કરી શક્યો ન હતો પરિણામે એટીએમ મશીનને નુકસાન પહોંચાડે ફરાર થઈ ગયો હતો.