વડોદરામાં આજવા રોડની વ્રજધામ સોસાયટીમાં લુંટારાઓ ત્રાટક્યા
- આજવા રોડને વ્રજધામ સોસાયટીમાં બાઈક ચોરી કરવા આવેલા આરોપીઓ મકાન માલિક જાગી જતા હુમલો કરીને ફરાર થઈ ગયા હતા.
વડોદરા,તા.30 ઓક્ટોબર 2023,સોમવાર
મૂળ યુપીના અને હાલમાં આજવા રોડ વ્રજધામ સોસાયટીમાં રહેતા જ્વાલા પ્રસાદ મથુરા પ્રસાદ મિશ્રા ડ્રાઇવિંગ કરે છે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે છેલ્લા એક મહિનાથી મારે આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય જેથી હાલમાં ડ્રાઇવિંગ કરતો નથી. મારા ઘરની આગળની સાઇડે ઓટલા ઉપર મારા ભાઈની બાઈક પારક્ કરી હતી ગત 28 મી તારીખે રાત્રે 10:30 વાગે હું જમી પરવારીને સુઈ ગયો હતો. રાત્રે સાડા ત્રણથી પોણા ચાર વાગ્યાના અરસામાં મારા મકાનની બહાર પાર્ક કરેલ બાઈકનું લોક કોઈ તોડતું હોવાનું અવાજ આવતા હું જાગી ગયો હતો. બારીમાંથી જોતા એક આરોપી જમણા હાથ થી બાઇકનું હેન્ડલ પકડી કોઈ સાધન વડે લોક તોડતો હતો. જેથી મેં બારીમાંથી બૂમ પાડી હતી અને દરવાજો ખોલીને ઘરમાં રાખેલી નાની લાકડી લઈ હું બહાર નીકળ્યો હતો. મારા ઘરથી થોડી દુર અન્ય બે આરોપીઓ પણ ઉભા હતા મને જોઈને બાઈકનું લોક તોડનાર આરોપી એકદમ ઉસ્કેરાઈ ગયો હતો અને મારી પર ધારદાર હથિયારથી હુમલો કરતા મને માથામાં વાગતા હું જમીન પર પડી ગયો હતો. તે દરમિયાન સરદારજી જેવા દેખાતા આરોપીઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા મેં ચોર ચોરની બૂમો પાડતા મારો ભાઈ તથા પરિવારજનો ઉઠી ગયા હતા.