વડોદરામાં યુવકના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને બાઈક સવાર લુંટારાઓ ફરાર

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
વડોદરામાં યુવકના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને બાઈક સવાર લુંટારાઓ ફરાર 1 - image

image : Freepik

ગણેશ નગર પાસે મોબાઇલ પર વાત કરતા જતા યુવકના હાથમાંથી મોબાઇલ ફોન આંચકીને બાઈક સવાર બે લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા

વડોદરા,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરામાં વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર ગણેશ નગરમાં રહેતો નંદલાલ દિલીપભાઈ લુહારીયા હરિભક્તિ એસ્ટેટમાં નોકરી કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 8:30 વાગ્યે હું જમીને મારા ઘરેથી નીકળી બીપીએસ સ્કૂલ બે વાળા રોડ પર ચાલતો જતો હતો. મારા મિત્ર રાહુલને ફોન કરવા માટે મોબાઈલ કાઢી વાત કરતો હતો. તે દરમિયાન મારી પાછળથી એક મોટર સાયકલ પર ડબલ સવારી બે આરોપીઓ આવ્યા હતા અને બાઈકની પાછળ બેઠેલા આરોપીએ મારા હાથમાંથી ફોન આંચકીને ભાગી ગયા હતા. હું તેઓને પાછળ દોડ્યો હતો પરંતુ તેઓ ડભોઇ રીંગ રોડ તરફ ભાગી ગયા હોવાથી પકડાયા ન હતા. તેઓનો મોટરસાયકલનો નંબર પણ મને ધ્યાનમાં નથી પરંતુ બાઈકની પાછળ બેઠેલા આરોપીએ બ્લેક કલરનું જેકેટ કર્યું હતું અને મોઢા પર લાલ કલરનો રૂમાલ બાંધ્યો હતો.

પાણીગેટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઈક સવાર લુંટારાઓને શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News