Get The App

વડોદરામાં પાણીની નવી લાઈનના જોડાણની કામગીરી માટે તા.20 સુધી રસ્તો બંધ રખાશે : વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા સૂચના

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પાણીની નવી લાઈનના જોડાણની કામગીરી માટે તા.20 સુધી રસ્તો બંધ રખાશે : વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા સૂચના 1 - image

વડોદરા,તા.17 જાન્યુઆરી 2024,બુધવાર

પૂર્વ વિસ્તારમાં હરણી-સંગમ ચાર રસ્તા પાસેથી મંગળેશ્વર ઝાપા તરફ જવાના રસ્તે હાલની પાણીની લાઈન સાથે પાણીની નવી લાઈનના જોડાણની કામગીરી માટે પાણીની નવી લાઈન નાખવાની કામગીરી અંગે આવતીકાલે તા. 18 થી તા.20 સુધી ત્રણ દિવસ કરવાની છે. જેથી કેટલાક વિસ્તારનો રોડ રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા રૂપે અન્ય રસ્તાનો ઉપયોગ કરવા પાલિકા દ્વારા જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં સંગમ ચાર રસ્તા પાસે મંગળેશ્વર ઝાપા તરફ જવાના રસ્તે જમણી બાજુએ હાલની પાણીની લાઈન સાથે  જોડાણ કરવા માટે પાણીની નવી લાઈન રોડ રસ્તા ક્રોસિંગ કરીને નાખવાની કામગીરી આવતીકાલથી તા. ૧૮થી સતત ત્રણ દિવસ તા. ૨૦ સુધી હાથ ધરવાની છે. આ કામગીરી સતત ત્રણ દિવસ સુધી ચાલશે. પરિણામે આ રોડ રસ્તાની બદલીમાં વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા પાલિકા પાણી પુરવઠા પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.

જેથી સંગમ ચાર રસ્તાથી આવતા વાહન વ્યવહાર સહિત લોકો વારસિયા રીંગરોડથી થઈને વિજયનગર રોડ તરફના રૂટ પરથી હરણી- હાથીખાના રોડ તરફ જઈ શકશે તથા કારેલીબાગ ટાંકી ચાર રસ્તાથી એપીએમસી માર્કેટ હાથી ખાના તરફ જઈ શકશે.

આવી જ રીતે હરણી- હાથી ખાના રોડ તરફથી આવતા લોકો વિજયનગર પહેલા ડાબી બાજુના રસ્તે થઈને કારેલીબાગ ટાંકી તરફ જઈ શકશે તથા વિજયનગર રોડથી વારસિયા રીંગ રોડ તરફ જઈ શકાશે. આ અંગે જાહેર જનતાએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કામગીરી દરમિયાન કરીને સહકાર આપવા પાલિકા દ્વારા જણાવાયું છે.


Google NewsGoogle News