વડોદરામાં આજ થી તા.21 સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત

Updated: May 10th, 2024


Google NewsGoogle News
વડોદરામાં આજ થી તા.21 સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત 1 - image


Road Closure in Vadodara : મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ કામગીરીમાં વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપર ગર્ડર લોન્ચિંગ અને સેગમેન્ટ લોન્ચિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે આ પ્રકારની કામગીરી વખતે રેલવે ઓવરબ્રિજ ઉપર અવર-જવર કરતા વાહનોને કોઈ અકસ્માત ન થાય તથા સામાન્ય લોકોની સલામતીને ધ્યાને રાખીને શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અંતર્ગત તા.10થી તા.21 સુધી અથવા જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તકેદારીના ભાગરૂપે વિશ્વામિત્રી ઓવરબ્રિજથી મુજમહુડા સર્કલ તરફ અવર-જવર કરતા તમામ પ્રકારના વાહનો માટે રસ્તો પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી ઓવરબ્રિજ થઈ મુજમહુડા સર્કલ તરફ અવર-જવર કરી શકાશે નહીં. તેમજ અવધૂત ફાટકથી વિશ્વામિત્રી ઓવર બ્રિજ તરફ જઈ શકાશે નહીં. લોકોને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બીજી બાજુ શહેરના પશ્ચિમ ઉત્તર વિભાગને જોડતો નવા યાર્ડ રેલવે ઓવર બ્રિજ પણ તારીખ 8 થી 22 સુધી બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ પર રોડ રીસર્ફેસિંગની કામગીરી કરવાની છે.


Google NewsGoogle News