વડોદરામાં પાણીની લાઈનના જોડાણની કામગીરીને કારણે ભાયલી નાયરા પેટ્રોલ પંપ થી વાસણા તરફનો રસ્તો બંધ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પાણીની લાઈનના જોડાણની કામગીરીને કારણે ભાયલી નાયરા પેટ્રોલ પંપ થી વાસણા તરફનો રસ્તો બંધ 1 - image

વડોદરા,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

વડોદરા ભાયલી ટી.પી-2, સેવાસી ટી.પી-2 ના કમાન્ડમાં નવીન બની રહેલ ઉંચી ટાંકી, ભુગર્ભ સંપને સંલગ્ન પાણીની 700 મીમી ફીડર નળીકા નાંખવાની કામગીરી પેટે વાસણા ભાયલી રોડ પર આવેલ, ન્યારા (એસ્સાર) પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે રોડ ક્રોસીંગની કામગીરી કરવાની છે. કામગીરી નિયત સમયગાળામાં ઝડપથી પુર્ણ કરવાની હોઇ પાઇપો તથા મશીનરીની હેરફેરને ધ્યાને લઇ કામગીરી કરવા માટે વાહન વ્યવહારની અડચણ ન પડે તથા કામગીરી કરવા માટે સુગમતા રહે તેમજ જાહેર સલામતી જળવાઇ રહે તે હેતુથી તા.01.03.2024ના રોજ સવારના 8 કલાકથી રાત્રીના 12 વાગ્યા સુધી ન્યારા પેટ્રોલ પંપ સામે આવેલ કેનાલથી વાસણા રોડ તરફ જતો રસ્તો અવર જવર માટે બંધ રહેશે. વિકલ્પે વાસણા રોડ તરફથી આવતા વાહનો બ્રાઇટ ડે સ્કુલ પાસે આવેલ કેનાલથી ડાબી તથા જમણી બાજુનો રસ્તો વૈકલ્પીક રસ્તા તરીકે કરવાનો રહેશે. ભાયલી તરફથી આવતા વાહનો પ્રીયા સિનેમા થઇ બ્રાઇટ ડે સ્કુલ પાસે આવેલ કેનાલથી વાસણા રોડનો ઉપયોગ વૈકલ્પીક રસ્તા તરીકે કરવાનો રહેશે.


Google NewsGoogle News