વડોદરા બસ ડેપો નજીકના પ્રિયલક્ષ્મી ગરનાળામાંથી અવરજવર 6 મહિના બંધ

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News

વડોદરા બસ ડેપો નજીકના પ્રિયલક્ષ્મી ગરનાળામાંથી અવરજવર 6 મહિના બંધ 1 - image

વડોદરા,તા.29 નવેમ્બર 2023,બુધવાર

વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપો નજીક આવેલું પ્રિય લક્ષ્મી મિલનું ગરનાળુ છ મહિના માટે બંધ કરવાનું નિર્ણય લેવાતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગે અવરજવર કરવી પડશે.

એસટી ડેપોથી પંજાબ બ્રિજ તરફ જતા ડાબી બાજુ આવેલા પ્રિય લક્ષ્મી મિલના ગરનાળામાંથી વાહન વ્યવહાર સતત ચાલુ રહેતો હોય છે. વાહન ચાલકો સ્ટેશનથી અટલ બ્રિજ જવા માટે તેમજ અટલબિજ ઇલોરાપાર્ક તરફથી સ્ટેશન તરફ આવવા માટે આ ગરનાળાનો ઉપયોગ કરતા હોય છે.

ભારદારી વાહનો માટે આ નાળુ બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે હવે રેલવે વિભાગ તરફથી ગરનાળાનું સિવિલ વર્ક કરવામાં આવનાર હોવાથી તા.7-12-23 થી 31-5-24 સુધી ગરનાળામાંથી વાહન વ્યવહારની અવરજવર બંધ કરાશે. પોલીસ કમિશનરે આ માટે આજે જાહેરનામું બહાર પાડ્યું છે.

વાહન ચાલકો પ્રિય લક્ષ્મી મીલ ગરનાળાને બદલે એસટી ડેપોથી ફતેગંજ બ્રિજ થઈ યુ-ટર્ન લઇ પંડ્યા બ્રિજ વાળા માર્ગે અટલબિજ જઈ શકશે. જ્યારે પ્રિય લક્ષ્મી મિલ તરફથી સ્ટેશન તરફ આવનારા વાહનો પણ પંડ્યા બ્રિજ તેમજ અલકાપુરી તરફથી આવી શકશે.


Google NewsGoogle News