વર્લ્ડ કપ દરમિયાન ડુપ્લિકેટ ટિકિટોનું રેકેટ,રિશિ અરોઠેની પૂછપરછ કરાશે,રિશિની ઠગાઇનો ભોગ બનેલા સંપર્ક કરેઃCP

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
વર્લ્ડ કપ  દરમિયાન ડુપ્લિકેટ ટિકિટોનું રેકેટ,રિશિ અરોઠેની પૂછપરછ કરાશે,રિશિની ઠગાઇનો ભોગ બનેલા સંપર્ક કરેઃCP 1 - image

વડોદરાઃ વર્લ્ડ કપ દરમિયાન ડુપ્લિકેટ ટિકિટોના કથિત રેકેટના એન્ગલથી પણ રિશિ અરોઠેની પૂછપરછ કરવામાં આવનાર છે.

વર્લ્ડ કપ દરમિયાન ડુપ્લિકેટ ટિકિટોનું મોટેપાયે ચલણ ચાલ્યું હોવાની વિગતો ચર્ચાની અરણે હતી.અમદાવાદ ખાતે યોજાયેલી ભારત- પાકિસ્તાનની મેચ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લિકેટ ટિકિટોનું સ્કેન્ડલ પણ પકડયું હતું.

વડોદરાના પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠેએ બે દિવસ પહેલાં રૃ.૧.૩૯ કરોડની રોકડ નાસિકથી વડોદરા મોકલી હોવાના પ્રકરણમાં પોલીસ દ્વારા રિશિની પૂછપરછ કરવામાં આવનાર છે.

પોલીસ કમિશનરે કહ્યું હતું કે,રિશિ વડોદરા આવે ત્યારબાદ તેની વર્લ્ડ કપની ડુપ્લિકેટ ટિકિટો ઉપરાંત સટ્ટા સહિતના મુદ્દે પૂછપરછ કરવામાં આવનાર છે.જેમની સાથે રિશિએ છેતરપિંડી કરી હોય તેવા લોકો એસઓજીનો સંપર્ક કરશે તો પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરશે.

નાસિકના આંગડિયાને વડોદરા હાજર થવા ફરમાન

નાસિકથી વડોદરા રૃપિયા મોકલનાર પીએમ આંગડિયા પેઢીના સંચાલકને વડોદરા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા છે.તેમને રૃપિયા કોણ આપવા આવ્યું હતું અને બીજે ક્યાં ક્યાં આવા રૃપિયા મોકલવામાં આવ્યા છે તે મુદ્દે પૂછપરછ કરવામાં આવશે.

પોલીસની એક ટીમ સીસીટીવી ફૂટેજ ભેગા કરશે

આંગડિયા પેઢીના રૃપિયાની હેરાફેરીના પુરાવા રૃપે સીસીટીવી ફૂટેજ એકઠા કરવા માટે પોલીસની એક ટીમ કામે લાગી છે.રૃપિયા લેવા આવેલા પૂણેના એકનાથ અને અમિત જળિત ક્યારે વડોદરા આવ્યા હતા,સ્ટેશન પાસેની હોટલમાં રોકાયેલા બંને સાગરીતોને મળવા કોણ કોણ આવ્યું હતું,રિશિ સાથે તેઓ કેવી રીતે સંપર્કમાં આવ્યા જેવી  બાબતો પોલીસ માટે તપાસનો વિષય બની છે.


Google NewsGoogle News