Get The App

સાયબર ફ્રોડનો ભોગ બનેલી યુવતીની મજબૂરીનો લાભ લઇ રીક્ષા ચાલકનો બળાત્કાર

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
સાયબર ફ્રોડનો ભોગ બનેલી યુવતીની મજબૂરીનો લાભ લઇ રીક્ષા ચાલકનો બળાત્કાર 1 - image

image : Freepik

વડોદરા,તા.22 માર્ચ 2024,શુક્રવાર

વડોદરામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલી એક યુવતીની મજબૂરીનો લાભ લઇ રીક્ષા ચાલકે બળાત્કાર ગુજારતા સયાજીગંજ પોલીસે રીક્ષા ચાલકને ઓળખી કાઢ્યો છે.

ખાનગી નોકરી કરતી પીડીતા સાથે ઓનલાઇન ઠગાઈ થતાં તેણે સાયબર સેલના કંટ્રોલ રૂમને જાણ કરી હતી. સાયબર સેલે યુવતી પાસે બેંક સ્ટેટમેન્ટની વિગતો માંગી હતી જેથી યુવતી બેંકની ડીટેલ લેવા માટે નીકળી હતી.

યુવતી રીક્ષામાં બેઠી હતી અને બેંક તરફ જઈ રહી હતી ત્યારે રીક્ષા ચાલકે તેની મજબૂરી જાણી લીધી હતી અને મદદ કરવાની તૈયારી બતાવી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ તે સયાજીગંજની ગોલ્ડન લિફ હોટલમાં લઈ ગયો હતો. પરંતુ હોટલ બંધ હોવાથી રીક્ષામાં બીજે લઈ જતો હતો. આ દરમિયાન તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને ફરાર થઈ ગયો હતો.

બનાવ અંગે પોલીસે ગુનો નોંધી રીક્ષા ચાલકને ઓળખી કાઢવામાં સફળતા મેળવી છે. હાથવેંતમાં તે પકડાઈ જશે તેવી પોલીસને આશા છે.

      


Google NewsGoogle News