Get The App

મહીસાગર નદીમાં ડૂબી જવાથી રિક્ષા ડ્રાઇવરનું મોત

મોબાઇલમાંથી સીમકાર્ડ કાઢી બીજા મોબાઇલમાં નાંખી સગાનો સંપર્ક કરતી પોલીસ

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
મહીસાગર નદીમાં ડૂબી જવાથી  રિક્ષા ડ્રાઇવરનું મોત 1 - image

વડોદરા,મધ્યસ્થ છીપવાડમાં રહેતા ૫૭ વર્ષના પ્રૌઢનો મૃતદેહ મહીસાગર નદીમાંથી તરતી હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે નંદેસરી  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજે બપોરે ફાજલપુર મહિસાગર નદીમાં એક લાશ તરતી હોવાનો મેસેજ મળતા નંદેસરી પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા તેના ખિસ્સામાંથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. મોબાઇલ ફોનમાંથી સીમકાર્ડ કાઢી અન્ય મોબાઇલ ફોનમાં નાંખી પોલીસે મૃતકના સગાનો સંપર્ક કર્યો હતો. મૃતકનું નામ કનૈયાલાલ જ્યંતિલાલ વાઢેર ઉ.વ.૫૭ (રહે. મધ્યસ્થ છીપવાડ) હોવાનું જાણવા મળ્યું હતું. કનૈયાલાલ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા. તેમણે લગ્ન કર્યા નહતા. તેઓ આજે સવારે ઘરેથી નીકળ્યા હતા. તેઓ મહીસાગર નદી સુધી કઇ રીતે  પહોંચ્યા ? નદીમાં ન્હાતા સમયે ડૂબી ગયા કે આપઘાત કર્યો ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News