વડોદરામાં રીક્ષા ડ્રાઇવરની સીટ નીચેથી રિવોલ્વર અને કારતુસ મળ્યા

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
વડોદરામાં રીક્ષા ડ્રાઇવરની સીટ નીચેથી રિવોલ્વર અને કારતુસ મળ્યા 1 - image

વડોદરા,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર

વડોદરામાં પંડ્યા બ્રિજ વિસ્તારમાં પોલીસે એક પરીક્ષા ચાલક પાસેથી રિવોલ્વર અને કારતુસ કબ્જે કર્યા હતા.

છાણીથી પંડ્યા બ્રિજ તરફ પરીક્ષામાં રિવોલ્વરની હેરાફેરી થવાની છે તેવી માહિતી મળતા પોલીસની ટીમે વોચ રાખી એક રીક્ષાને અટકાવી હતી.

રીક્ષાની અંદર તપાસ કરતા ડ્રાઇવર સીટ નીચેથી એક રિવોલ્વર અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે મોહમ્મદ પરવેઝ મોહમ્મદ ઉંમર પઠાણ રસુલજીની ચાલી નવા યાર્ડ મૂળ યુપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

આ રિવોલ્વર ક્યાંથી લાવ્યો અને કોની પાસેથી લીધી છે, તેનો કોઈ ઉપયોગ થયો છે કે કેમ જેવી બાબતોની પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News