Get The App

૭/૧૨ અને ૮-અની નકલો નહી મળતાં ખેડૂતો છેલ્લા ૧૦ દિવસથી પરેશાન

જનસેવા કેન્દ્રો પર રોજ જતાં જમીનમાલિકો નકલો મેળવ્યા વગર જ પરત ફરે છે ઃ અનેક રજૂઆતો છતાં સર્વરની સ્થિતિ સુધરતી નથી

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
૭/૧૨ અને ૮-અની નકલો નહી મળતાં ખેડૂતો છેલ્લા ૧૦ દિવસથી પરેશાન 1 - image

વડોદરા, તા.3 મહેસૂલ ખાતાનું સર્વર ઠપ્પ થઇ જતાં છેલ્લા ૧૦ દિવસથી સાત બાર અને આઠ અની નકલો જનસેવા કેન્દ્ર પરથી નહી મળતાં ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા છે.  સ્થાનિક અધિકારીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં તેનો કોઇ ઉકેલ આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર તેમજ જિલ્લામાં આવેલા જનસેવા કેન્દ્રોમાં ખેતીલાયક જમીનના મહત્વના દસ્તાવેજ સાત બાર અને આઠ અ મેળવવા માટે ખેડૂતો રોજેરોજ ધક્કા ખાઇને પરત ફરી રહ્યા છે. જનસેવા કેન્દ્રોમાં સર્વર સ્લો ચાલે છે તેવા જવાબો મળી રહ્યા છે. સર્વર ચાલુ થશે તેની રાહમાં લાંબો સમય સુધી ખેડૂતો લાઇનમાં ઊભા રહેતા હોય છે પરંતુ આખરે પરિણામ શૂન્ય મળી રહ્યું છે.

છેલ્લા દશ દિવસથી જમીનને લગતા પુરાવાની નકલો મેળવવા માટે ખેડૂતો સમસ્યાનો સામનો કરી રહ્યા છે પરંતુ હજી સુધી તેનું કોઇ નિરાકરણ આવ્યું નથી. ખેડૂતો બીજા દિવસે નકલો મેળવવા ફરી જાય ત્યારે પણ  સર્વર ડાઉન છે તે સમસ્યાનો જ સામનો કરવો પડતો હોય છે. આ અંગે લોકરોષ વધતા સ્થાનિક અધિકારીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી જેના પગલે બીજા દિવસે સર્વર શરૃ થવાની આશા ઊભી થતી હતી પરંતુ બીજા દિવસે પણ પરિસ્થિતિ જૈસે થે રહેતી હતી.

મહેસૂલ વિભાગ માટે મહત્વની કામગીરી કરતા નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (એનઆઇસી) દ્વારા સર્વરનો પશ્ન જલદી હલ થાય તેવી પ્રયત્નો હાથ ધરાય છે પરંતુ હજી સુધી જમીન માલિકોને હેરાન થવું પડે છે.




Google NewsGoogle News