નબળા વર્ગના બાળકો માટે 'રીયુઝ ઓફ ઓલ્ડ સાઈકલ' અભિયાન

જૂની સાઈકલ મેળવી રિપેર કરાવીને જરૃરતમંદ ૩૬ બાળકોને અપાઈ

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
નબળા વર્ગના બાળકો માટે 'રીયુઝ ઓફ ઓલ્ડ સાઈકલ' અભિયાન 1 - image

વડોદરા,વડોદરામાં એક સામાજિક સંસ્થાએ સરકારના સર્વ શિક્ષા અભિયાનમાં મદદરૃપ થવા માટે જૂની સાઈકલને ફરી ઉપયોગમાં લઈ સમાજમાં આર્થિક રીતે નબળા વર્ગના કુટુંબના શાળો જતાં વિદ્યાર્થીઓને આપવાનું અભિયાન શરૃ કર્યું છે.

આ સંસ્થા જૂની પુરાણી સાઈકલો દાતાઓ પાસેથી મેળવીને તેને રિપેર કરાવે છે અને વિદ્યાર્થીઓને આપે છે. ચાલુ વર્ષથી આ અભિયાન શરૃ કર્યુ ંછે અને અત્યાર સુધીમાં જરૃરતમંદ બાળકોને ૩૬ સાઈકલ આપી છે. ત્રણ રાઉન્ડમાં ૪૦, સાઈકલ એકત્રિત કરાઈ છે. આ સંસ્થાના ૨૮૦ સ્વયંસેવકો છે. 'રીયુઝ ઓફ ઓલ્ડ સાઈકલ' અભિયાન અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ૧૩ અને ત્યારબાદ ૨૭ જૂની સાઈકલ મેળવી હતી. શહેરના તમામ વિસ્તારમાં ઈકો વેન અને ટેમ્પો લઈને સ્વયંસેવકો જાય છે અને જૂની સાઈકલ મેળવીને રિપેર કરાવી તેનું રંગ કામ કરાવી નવી બનાવી દેવાય છે. જૂની સાઈકલના લાભાર્થીમાંથી ૫૦ ટકા છોકરીઓ છે. ઘણીવાર એવું બને છે કે શાળાએ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાથી શાળો જવાનું બાળકો ટાળે છે, પરંતુ સાઈકલની સુવિધા હોવાથી ભણવાનું અટકતું નથી. જૂની સાઈકલને રિપેર કરાવી તેને ફરી ઉપયોગમાં લેવા અને વિદ્યાર્થીઓને મદદ કરવાના આ અભિયાનને બીજા શહેરો અને જિલ્લાઓમાં પણ ફેલાવવાની સંસ્થાની ઈચ્છા છે.


Google NewsGoogle News