સિંચાઇ વિભાગના નિવૃત્ત કર્મચારીનું એસીબીની કસ્ટડીમાં એટેકથી મોત
વલસાડ એસીબીની ટીમે વેજલપુર ખાતે ઘેર સર્ચ કરી યુસુફને લઇ પોલીસ સ્ટેશન પહોંચી અને હાર્ટએકેટ આવ્યો
ગોધરા તા.૨૫ પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે એસીબીની તપાસ દરમિયાન સિંચાઇ નિગમના નિવૃત્ત કર્મચારીને હાર્ટ એટેક આવ્યા બાદ તેને ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઇ જતા તેને મૃત જાહેર કરાયો હતો.
સિંચાઇ નિગમના નિવૃત્ત કર્મચારી યુસુફ અબ્દુલરહીમ ભાખા નામના નિવૃત કર્મચારી પર વર્ષ ૨૦૧૭માં ધરમપુર અને કપરાડામાં ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતાં. યુસુફ અબ્દુલ રહીમ ભીખાના વેજલપુર ખાતેના ઘરે વલસાડ એસીબીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયા બાદ તેમને વેજલપુર પોલીસ સ્ટેશન લઇ જવાયા હતાં જ્યાં હાર્ટ એટેક આવતાં ૧૦૮ દ્વારા ગોધરા સિવિલ હાસ્પિટલ ખસેડાયા હતાં અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં.
વલસાડ ધરમપુર ખાતે નાની સિંચાઈ નિગમ કચેરીમાં ફરજ બજાવી તેઓ વયનિવૃત થયા હતા. વર્ષ ૨૦૧૭મા ધરમપૂર અને કપરાડા ફરજ દરમિયાન યુસુફ અબ્દુલ રહીમ ભાખા પર ભ્રષ્ટાચારના આરોપો બાદ એસીબી વલસાડ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.