Get The App

વડોદરામાં લાલબાગ બ્રિજ પર રીસરફેસિંગની કામગીરી શરૂ : ડાયવર્ઝનથી ચક્કાજામના દ્રશ્યો સર્જાયા

Updated: May 24th, 2024


Google NewsGoogle News
વડોદરામાં લાલબાગ બ્રિજ પર રીસરફેસિંગની કામગીરી શરૂ : ડાયવર્ઝનથી ચક્કાજામના દ્રશ્યો સર્જાયા 1 - image


Vadodara Traffic Jam : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરથી હાઇસ્કુલ ત્રણ રસ્તા સુધીના લાલબાગ ઓવરબ્રિજ પર રીપેરીંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજની એક તરફનો રસ્તો બંધ કરાતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કરે છે. 

લાલબાગ રેલવે ઓવરબ્રીજ પર રીવ સરફેસિંગની કામગીરી શરૂ કરાતા રેલવે ઓવરબ્રિજ તબક્કા વાર બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. કામગીરી દરમિયાન લાલબાગ રેલવે બ્રિજ પરથી અવરજવર કરતા વાહનચાલકોને આવન-જાવન કરવામાં અકસ્માતની સંભાવના અને લોકોને અગવડ ન પડે એવા હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. 

આગામી તા.6 જુન સુધી અથવા કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી લાલબાગ ઔર બીજને તબક્કાવાર બંધ રખાશે અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેથી ઓવરબ્રિજ રોડના સરફેસિંગની કામગીરીમાં સરળતા રહે તેવો હેતુ માત્ર છે. આ કામગીરીના કારણે વાહન વ્યવહારના ડાયવર્ઝનના કારણે ઓવરબ્રિજ પર વારંવાર ચક્કાજામના દ્રશ્યો સર્જાય છે. 

પરિણામે મોતીબાગ ટોપ સર્કલથી લાલબાગ બ્રિજ પર થઈને શ્રેયા સ્કૂલ ત્રણ રસ્તા તરફ અવાર-જવર કરતા અને શ્રેયા સ્કૂલ ત્રણ રસ્તા થી લાલબાગ બ્રિજ પર મોતીબાગ તરફ અવરજવર કરતા તમામ પ્રકારના વાહનો માટે આ રૂટ પરથી પસાર થવામાં શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી બ્રિજ તરફ નાહવા રસ્તે બારધારી વાહન અને એસટી બસ માટે આ રસ્તો પ્રતિબંધિત કરાયો છે.


Google NewsGoogle News