Get The App

એફવાયના પહેલા સેમેસ્ટરનાં પરિણામો જાહેર થતા હજારો વિદ્યાર્થીઓને હાશકારો

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
એફવાયના પહેલા સેમેસ્ટરનાં પરિણામો જાહેર થતા હજારો વિદ્યાર્થીઓને હાશકારો 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પહેલા સેમેસ્ટરની ફાઈનલ (એક્સટર્નલ)પરીક્ષાના પરિણામો આખરે જાહેર થતા હજારો વિદ્યાર્થીઓેએ હાશકારો અનુભવ્યો છે.છેલ્લા બે દિવસની અંદર આર્ટસ, કોમર્સ, સાયન્સ જેવી મોટી ફેકલ્ટીઓ સહિત લગભગ તમામ ફેકલ્ટીઓના એફવાયના પહેલા સેમેસ્ટરના પરિણામ જાહેર થઈ ગયા છે.

સૂત્રોના કહેવા પ્રમાણે નવી શિક્ષણ નીતિમાં ઈન્ટરનલ પરીક્ષા ના આપી હોય તેવા વિદ્યાર્થીઓને ફાઈનલ પરીક્ષામાં નહીં બેસવા દેવાની જોગવાઈ છે.જોકે યુનિવર્સિટીની એક પણ ફેકલ્ટીએ આ  નિયમનો અમલ કર્યો નહોતો.તેના કારણે વિવિધ ફેકલ્ટીઓમાં ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ એવા હતા જેમણે પહેલા સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષા નહીં આપી હોવા છતા તેમને ફાઈનલ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હતા.

આ મુદ્દો પાછળથી યુનિવર્સિટી સત્તાધીશોના ધ્યાનમાં આવ્યો હતો.ઉપરાંત પરિણામ જાહેર કરવામાં  ટેકનિકલ સમસ્યા પણ સર્જાઈ હોવાનુ સૂત્રોનુ કહેવુ છે અને તેના કારણે પરિણામો જાહેર થઈ  રહ્યા નહોતા અને હજારો વિદ્યાર્થીઓ પરિણામોની રાહ જોઈને બેઠા હતા.જોકે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન એફવાયના મોટાભાગના પરિણામો જાહેર કરી દેવાયા છે અને ઈન્ટરનલ પરીક્ષા નહીં આપનારા ૮૦૦  વિદ્યાર્થીઓના પરિણામ હાલના તબક્કે જાહેર નહીંં કરવાનો નિર્ણય સત્તાધીશોએ લીધો છે.જોકે હવે પછીથી યુનિવર્સિટી ઈન્ટરનલ પરીક્ષા નહીં આપનારા વિદ્યાર્થીઓને ફાઈનલ પરીક્ષા નહીં આપવા દેવાના નિયમનો કડક અમલ કરશે.

સાથે સાથે પરીક્ષા વિભાગે એપ્રિલ મહિનામાં પૂરી થયેલી ૬૬ જેટલી પરીક્ષાઓના પરિણામ પણ જાહેર કર્યા છે.


resultsmsu

Google NewsGoogle News