કવિતા અને સુંદરકાંડ કરી રેસિડેન્ટ ડોક્ટરોએ વિરોધ પ્રદર્શિત કર્યો
રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળના પગલે ૧૨ ડોક્ટરોને ડેપ્યૂટેશન પર મૂકાયા
વડોદરા, કોલકાત્તામાં ડોક્ટર પર રેપ કરી કરાયેલી હત્યાની ઘટનાના વિરોધમાં આજે ડોક્ટરોએ સુંદરકાંડ તથા કવિતા પઠન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર હોવાથી ૧૨ નવા ડોક્ટરો ડેપ્યૂટેશન પર મૂકાયા છે. જેમાં પંચમહાલના ૨, ભરૃચના ૫, નર્મદાના ૩, વડોદરા અને મહિસાગરમાંથી ૧-૧ ડોક્ટરો ફરજ બજાવશે.
કોલકાત્તાની ઘટનાનો વડોદરાના ડોક્ટરો દ્વારા પણ વિરોધ થઇ રહ્યો છે. વડોદરાના ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પણ બે દિવસ ઓપીડી સેવાઓ બંધ રાખીને રેલી યોજીને વિરોધ વ્યક્ત કર્યો હતો. સયાજી અને ગોત્રી હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરોએ ત્રીજા દિવસે કવિતા અને સુંદરકાંડ કરીને વિરોધ નોંધાવ્યો હતો.આ વિરોધમાં ગુજરાત ઈન સવસ ડાક્ટર એસોસિએશન, ગામા એસોસિએશન, ફિઝિયોથેરાપી, ડેન્ટલ, આઈ.ડી., નસગ એસોસિએશનનો સ્ટાફ પણ જોડાયો છે. સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો. સોમવારે રક્ષાબંધનના દિવસે ડોક્ટરો એકબીજાને રાખડી બાંધી સુરક્ષા માટેની પ્રતિજ્ઞાા લેશે. જ્યારે ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા કાવ્ય પઠન કરી તંત્ર વિરુદ્ધ આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. જેમકે, ચારો ઔર ઉડતે હુએ ગીધ કો દેખ કર, સૂરજ આજ પિઘલને લગા હૈ, આસમાન મે ગમ કા બાદલ છાને લગા હૈ અબ ફૂલો કા રંગ ખૂન સા લગને લગા હૈ. ક્યાં જિંદગી હે કિંમતી તુમ યે સવાલ દેખના, પલ દો પલ મે ચેહેરે કા બદલતા હાલ દેખના.