પોલોગ્રાઉન્ડના મકાનના રૃમમાં ફસાઇ ગયેલા બે બાળકોનું રેસ્ક્યૂ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
પોલોગ્રાઉન્ડના મકાનના રૃમમાં ફસાઇ ગયેલા બે બાળકોનું રેસ્ક્યૂ 1 - image

વડોદરાઃ પોલોગ્રાઉન્ડ ખાતે બે જોડીયા બાળકો મકાનના રૃમમાં ફસાઇ જતાં લોકોના ટોળા જામ્યા હતા.

બગીખાના ખાતે રાજદીપ સોસાયટીમાં રહેતા ગાયવાલા પરિવારના મકાનના ઉપરના માળે અઢી વર્ષના બે જોડીયા બાળકો રમતા હતા ત્યારે રૃમનો દરવાજો અંદરથી બંધ થઇ જતાં તેઓ ગભરાઇ ગયા હતા અને રોકકળ કરી મૂકી હતી.

માતા-પિતા અને અન્ય લોકોએ પ્રયત્ન કરવા છતાં દરવાજો નહિં ખૂલતાં આખરે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.ફાયર એન્જિનની મદદથી ઉપરના માળની બારી પાસે પહોંચી ગ્રીલ ખોલી હતી અને અંદર જઇ દરવાજો ખોલતાં બંને બાળકોનો બચાવ થયો હતો.


Google NewsGoogle News