Get The App

વડોદરાઃ અનગઢ ગામની પ્રાથમિક સ્કૂલના બાળકો પાછળ દોડી હુમલો કરતી નીલગાયનું રેસ્ક્યૂ

Updated: Jul 5th, 2023


Google NewsGoogle News
વડોદરાઃ અનગઢ ગામની પ્રાથમિક   સ્કૂલના બાળકો પાછળ દોડી હુમલો કરતી નીલગાયનું રેસ્ક્યૂ 1 - image

વડોદરાઃ વડોદરા નજીક આવેલા અનગઢ ગામની સ્કૂલમાં બાળકોને હેરાન કરતી નીલગાયનું ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

અનગઢ ગામે આવેલી સરકારી સ્કૂલ નજીક લાંબા સમયથી એક નીલગાય બેસી રહેતી હતી.આ નીલગાય છેલ્લા કેટલાક દિવસોથી આવતા જતા બાળકોની પાછળ દોડીને હુમલો કરતી હોવાથી ગભરાટ ફેલાયો હતો.

નીલગાયની હેરાનગતિ વધતાં ફોરેસ્ટ વિભાગને જાણ કરાઇ હતી.જેથી ફોરેસ્ટની ટીમે ભારે જહેમત બાદ નીલગાયનું રેસ્ક્યૂ કર્યું હતું.થોડો સમય નીલગાયને રાખ્યા બાદ તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.


Google NewsGoogle News