વડોદરાઃ વાડી વાયડાપોળમાં મકાન ધરાશાયી થતાં માતા-પુત્રીનો બચાવ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
વડોદરાઃ વાડી વાયડાપોળમાં મકાન ધરાશાયી થતાં માતા-પુત્રીનો બચાવ 1 - image

વડોદરાઃ વાડી વાયડાપોળ વિસ્તારમાં આજે બપોરે એક જર્જરીત મકાન ધરાશાયી થતાં માતા-પુત્રીનો બચાવ થયો હતો.

વાડી વાયડાપોળમાં આજે બપોરે પહેલાં મકાન પડવાનો નાનો અવાજ આવ્યો હતો.જેથી પાડોશીઓ બહાર આવી ગયા હતા અને થોડી જ વારમાં મકાનનો  બીજો ભાગ ધડાકાભેર ધરાશાયી થઇ ગયો હતો.

મકાનના પાછળના ભાગે એક રમાબેન નામના સિનિયર સિટિઝન મહિલા તેમની બીમાર પુત્રી સાથે રહેતા હોવાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.ફાયર બ્રિગેડે બંનેને બહાર કાઢ્યા હતા.

જો કે બંને જણા મકાન છોડીને બીજે રહેવા જવા તૈયાર નહિ થતાં પોલીસની મદદ લેવામાં આવી હતી.પોલીસે સમજાવટથી કામ પાર પાડી માતા-પુત્રીન સબંધીને ત્યાં મોકલવા તજવીજ કરી હતી.સ્થાનિક રહીશો પાસેથી એમ પણ જાણવા મળ્યું છે કે,આ મકાન અગાઉ પણ બે થી ત્રણ વાર પડયું હતું.મકાનનો નાનો ભાગ પડયો હોવાથી ગંભીરતાથી કોઇ નોંધ લેવાઇ નહતી.


Google NewsGoogle News