ગોલ્ડન ચોકડી પાસે આવેલા ઢાબા પરથી બાળ મજૂરનું રેસ્સ્યૂ,સંચાલકની ધરપકડ
વડોદરાઃ ગોલ્ડન ચોકડી પાસેથી પોલીસે એક ઢાબા પર કામ કરતા બાળમજૂરને છોડાવી સંચાલક સામે કાર્યવાહી કરી હતી.
શહેરમાં બાળમજૂરોનું શોષણ કરવામાં આવતું હોવાથી એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.જે દરમિયાન હરણી ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
બ્રિજના છેડા પાસે આવેલા ન્યુ ભેરૃનાથ રાજસ્થાની ઢાબા પર સાડાબાર વર્ષનો તરૃણ કામ કરતો હોવાથી તેની પૂછપરછ દરમિયાન એક મહિનાથી રૃ.૫ હજારના માસિક પગારથી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યંુ હતું.જેથી પોલીસે ગોપાલસિંહ લક્ષ્મણસિંહ રાવત(શંકરપુરા,ભીલવાડા,રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.