Get The App

વાઘોડિયા ચોકડી પાસે ટ્રકમાં તાડપત્રીની આડમાં ખીચોખીચ ભરેલ પશુઓનો બચાવ

Updated: Apr 7th, 2023


Google NewsGoogle News
વાઘોડિયા ચોકડી પાસે ટ્રકમાં તાડપત્રીની આડમાં ખીચોખીચ ભરેલ પશુઓનો બચાવ 1 - image


- 09 પશુઓ સાથે ચાલકને ઝડપી પાડી 6.80 લાખની મત્તા કબજે, એક વોન્ટેડ

વડોદરા,તા.07 એપ્રિલ 2023,શુક્રવાર

વાઘોડિયા ચોકડી પાસેથી પોલીસે ટ્રકમાં તાડપત્રીની આડમાં ખીચોખીચ ભરેલ નવ પશુઓ સાથે ચાલકને ઝડપી પાડી 6.80 લાખની મત્તા કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

વાઘોડિયા ચોકડી પાસે સુરત તરફના માર્ગ ઉપર પાર્ક એક ટ્રકમાં પશુઓ ભર્યા હોવાની વિગતો ત્રણ તરફથી પાણીગેટ પોલીસને મળતા સ્થળ પર પહોંચી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ટ્રક ડ્રાઇવર કિશન પન્નાભાઈ મકવાણા (રહે- ભાવનગર) હોવાનું બહાર આવ્યું હતું. ટ્રકના પાછળના ભાગે તાડપત્રી હટાવી તપાસ કરતા તેમાંથી ખીચોખીચ ભરેલ નવ પશુ મળી આવ્યા હતા. જે ક્યાંથી? કોની પાસેથી? અને કોને આપવાના છે? તે બાબતે આરોપીએ કબુલાત કરી હતી કે, આ પશુઓ વટામણ ચોકડી ગણેશ હોટલથી ગોપાલ ભરવાડે સુરત ખાતે પહોંચાડવા મોકલેલ છે. પોલીસે 1.80 લાખની કિંમતના પશુ પાંજરાપોળ ખાતે ખસેડી ટ્રક સહિત 6.80 લાખનો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News