ટીવીનો હાઈ વોલ્યુમ કરી ઘસઘસાટ સૂઈ ગયેલા કિશોરનું દિલધડક રેસ્ક્યુ

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
ટીવીનો હાઈ વોલ્યુમ કરી ઘસઘસાટ સૂઈ ગયેલા કિશોરનું દિલધડક રેસ્ક્યુ 1 - image

વડોદરા,તા.7 ઓક્ટોબર 2023,શનિવાર 

વડોદરાના ગોરવા વિસ્તારમાં આજે ઘોર નિંદ્રામાં પોઢેલા એક કિશોરે સૌના જીવ ઉંચા કરી દીધા હતા.

સમતા ફ્લેટના બારમા માળે રહેતા એક પરિવારનો દસ વર્ષીય પુત્ર બેડરૂમમાં ટીવીનો હાઈ વોલ્યુમ કરી સુઈ ગયો હતો. પરિવારજનોએ એક કલાક સુધી ઉઠાડવાનો પ્રયાસ કર્યો છતાં તે નહીં ઉઠતા આસપાસના રહીશો ભેગા થઈ ગયા હતા અને રોકકળ મચી હતી.

આખરે ફાયર બ્રિગેડની મદદ લેવાતાં વડીવાડીની ફાયર ટીમ બનાવના સ્થળે પહોંચી હતી અને અડધો કલાકની જહેમત બાદ બીજા ફ્લેટમાંથી સીડી માટે કિશોર ફસાયો હતો તે ફ્લેટની બાલ્કનીમાં પહોંચી તેનું રેસ્ક્યુ કર્યું હતું.

આ દરમિયાન એકાએક કિશોર જાગી જતા સૌને રૂમમાં જોઈ અચરજ પામ્યો હતો. જ્યારે રોકકળ કરી રહેલા પરિવારે બાળકને હેમખેમ જોતા જીવમાં જીવ આવ્યો હતો. એપાર્ટમેન્ટના રહીશોએ માતાજીનો જય જય કાર બોલાવી ફાયર બ્રિગેડની જોખમી કામગીરીને બિરદાવી હતી.


Google NewsGoogle News