બૂટ પહેરતાં પહેલાં એલર્ટ રહેજો,કોયલીમાં બૂટમાં ભરાઇ રહેલા સાપનું રેસ્ક્યૂ
વડોદરાઃ શહેરમાં મગરો અને જળચરો બહાર આવી જવાના બનાવોનો ક્રમ સતત જારી રહ્યો છે.
ખાસવાડી સ્મશાન ગૃહમાંથી અગાઉ દસ-દસ ફૂટના બે મગરોનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું.ગઇકાલે ફરીથી ચાર ફૂટનો મગર આવી જતાં જીવદયા કાર્યકરોએ રેસ્ક્યૂ કર્યું હતું.આવી જ રીતે મોડી સાંજે અકોટામાં ચાર ફૂટનો મગર દેખાયો હોવાનો કોલ મળતાં ફોરેસ્ટની ટીમ રેસ્ક્યૂ માટે સ્થળ પર પહોંચી હતી.
કોયલીમાં બનેલો બનાવ ચર્ચામાં રહ્યો છે.જેમાં અવધવિહાર સોસાયટીના એક મકાનની બહાર બૂટ-ચંપલ મૂકવાના સ્ટેન્ડમાં એક બૂટમાં સાપ ભરાઇ જતાં ઘરની વ્યક્તિનું ધ્યાન ગયું હતું.અરવિંદ પવારે તેમની સંસ્થાના કાર્યકરને સ્થળ પર મોકલતાં બિનઝેરી સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.