વડોદરા નજીકના નડા ગામે મોડીરાતે રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી જતાં ગભરાટ

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
વડોદરા નજીકના નડા ગામે મોડીરાતે રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી જતાં ગભરાટ 1 - image

વડોદરાઃ વડોદરા નજીકના વધુ એક ગામમાં મગર તળાવમાંથી બહાર આવી ગયો હોવાનો બનાવ બનતાં મોડીરાતે મગરનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું.

એક સપ્તાહ પહેલાં વડોદરા પાસેના સાંકરદા ગામના તળાવમાં માછલી પકડવા માટે નાંખેલી જાળમાં પાંચ ફૂટનો મગર પકડાયો હતો.જ્યારે,ગઇકાલે મોડીરાતે ડભોઇ તાલુકાના નડા ગામના રહેણાંક વિસ્તારમાં પાંચેક ફૂટનો મગર ધૂસી આવ્યો હતો.

મગરને જોતાં નોકરીએથી પરત ફરનારા કર્મચારીઓ ચોંક્યા હતા.બનાવને પગલે ટોળાં જામ્યા હતા.પરંતુ,ફોરેસ્ટ વિભાગનો સંપર્ક નહિં થતાં રેસ્ક્યૂ માટે વિલંબ થયો હતો. પોલીસે પણ દરમિયાનગિરી કરી હતી અને મોડીરાતે જીવદયા કાર્યકરોએ મગરનું રેસ્કયૂ કર્યું હતું.


Google NewsGoogle News