ફાયર બ્રિગેડ ખાતે સિટિ કમાન્ડ એન્ડ કંટ્રોલરૃમ નીચે થી 5 ફટના સાપનું રેસ્ક્યૂ
શહેરમાં મગર અને સાપ સહિતના જળચરો વારંવાર નીકળી આવવાના બનાવો બની રહ્યા છે.જેમાં રિક્ષા,બાઇક,કારના બોનેટ અને ઘરના ચંપલ સ્ટેન્ડમાં બૂટમાંથી સાપ નીકળવાના બનાવો પણ બની ચૂક્યા છે.
આજે આવો જ એક બનાવ દાંડિયાબજાર ફાયર બ્રિગેડના મુખ્ય કંટ્રોલરૃમની નીચે બનતાં થોડીવાર માટે ઉત્તેજના સર્જાઇ હતી.
દાંડિયાબજાર લકડીપુલ પાછળ ફાયર બ્રિગેડની બિલ્ડિંગમાં આવેલા સિટિ કમાન્ડ એન્ડ કંટ્રોલરૃમની નીચેના ભાગે આજે પાંચેક ફૂટનો સાપ નજરે પડતાં કર્મચારીઓએ જીવદયા કાર્યકરોની મદદ લીધી હતી. કાર્યકરોએ થોડી જ વારમાં સાપનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.