છાણીમાં નાસ્તાની દુકાનમાંથી 12 વર્ષના શ્રમજીવીનું રેસ્ક્યૂ,દુકાનદારની ધરપકડ
વડોદરાઃ છાણી વિસ્તારમાં નાસ્તાની દુકાનમાંથી પોલીસે બાર વર્ષના એક કિશોરનું રેસ્ક્યૂ કર્યું હતું.
વડોદરામાં દુકાનો અને હોટલોમાં માસૂમ બાળકો પાસે વેઠ કરાવવામાં આવતી હોવાથી એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ કરીને આવા બાળકોને છોડાવવાામં આવતા હોય છે.
છાણીના રામાકાકાની દેરી પાસે આવેલા જય રણછોડ નાસ્તા હાઉસમાં બાળમજૂરને રાખવામાં આવતા હોવાની માહિતી મળતાં એએચટીયુના પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમે કાર્યવાહી કરી હતી.
પોલીસે સ્થળ પરથી બાર વર્ષના કિશોરનું રેસ્કયૂ કર્યું હતું અને દુકાનદાર વેદપ્રકાશ ગોપાલરાય શર્મા(પુષ્પક ટેનામેન્ટ, ન્યુ સમા રોડ,વેમાલી,વડોદરા) સામે ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી હતી.