વડોદરામાં પૂરના કારણે ફાયર બ્રિગેડને રેસ્ક્યુના કોલ જારી, કોલેજમાં યુવતી ફસાઈ, પ્રેગનેન્ટ લેડીનું રેસ્ક્યુ
Vadodara Flood : વડોદરામાં પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે ત્યારે હજી પણ ફાયર બ્રિગેડ પાસે મદદ માંગતા કોલ સતત ચાલુ રહ્યા છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીની આસપાસના બંગલાઓ સોસાયટીઓ તેમજ વસાહતોમાં જળબંબાકાર થઈ જતા બચાવ માટે ફાયર બ્રિગેડ બે દિવસથી સતત કોલ મળી રહ્યા છે. વડોદરા ફાયર બ્રિગેડની મદદ માં આર્મી, એનડીઆરએફ અને એસ.ડી.આર.એફ પણ જોડાયા છે
અનેક વિસ્તારોમાં પાણી ઓસરી જશે તેવી આશા રાખી બેઠેલા લોકો ને હવે પસ્તાવાનો વખત આવ્યો છે અને ફાયર બ્રિગેડ પાસે બહાર કાઢવા તેમજ ફૂડ પેકેટ્સ અને પાણી પુરા પાડવા માંગણી કરી રહ્યા છે.
ફાયર બ્રિગેડની મદદમાં પોલીસ પણ આવી છે અને આજે વિશ્વામિત્રીની ડેન્ટલ કોલેજમાં ફસાયેલી બે વિદ્યાર્થીનીઓનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે, સમારી સર્વ મંગલ સોસાયટીમાં પણ પૂરના પાણી ફરી વળતાં સમા પોલીસ સ્ટેશનના પીઆઈએ સ્ટાફ સાથે સાડા ત્રણ થી ચાર ફૂટ પાણીમાં એક સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરી તેને થોડી દૂર 108 બોલાવી હોસ્પિટલમાં મોકલી હતી.
આ પણ વાંચો : 3 દિવસમાં વડોદરા શહેર-જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા 10 હજારથી વધારે લોકોને સલામત સ્થળે ખસેડાયા