સરકારી અને કોર્પોરેશનના એક રૂપિયે ટોકન પ્લોટો લેનારા ગરબા આયોજકો યુવતીઓને વિનામૂલ્યે ગરબા ગાવાની છૂટછાટ આપે તેવી મુખ્યમંત્રીને રજૂઆત

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
સરકારી અને કોર્પોરેશનના એક રૂપિયે ટોકન પ્લોટો લેનારા ગરબા આયોજકો યુવતીઓને વિનામૂલ્યે ગરબા ગાવાની છૂટછાટ આપે તેવી મુખ્યમંત્રીને રજૂઆત 1 - image

image : Socialmedia

વડોદરા,તા.9 ઓક્ટોબર 2023,સોમવાર

ગુજરાત તેમજ વડોદરા શહેરમાં ઉજવાતા નવરાત્રી મહોત્સવમાં ગુજરાત સરકારની જમીન-ગ્રાઉન્ડ અને વડોદરા મહાનગર પાલિકાના પ્લોટોના ગરબા આયોજકો દ્વારા નાની બાળકીઓ થી લઈ 18 વર્ષ સુધીની દીકરીઓ માટે રૂપિયાથી પાસ કાઢી ગરબા રમવા માટે એન્ટ્રી આપવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે જાહેરનામા દ્વારા રદ કરાવી દીકરીઓને વિનામૂલ્યે ગરબા ગાવા માટે રમવા માટે મળે તેવી રજૂઆત કરણી સેના અને ભીમસેનાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. 

કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ અને ભીમસેનાના દેવયાનીબેન પરમારે આવેદન પત્રમાં જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ ઉજવણીમાં મોટા ગરબા આયોજકો કે જેઓએ 1 રૂપિયાના ટોકન પર વડોદરા મહાનગરપાલિકાનાઆપેલા ગરબા ગ્રાઉન્ડના મેદાન પર નાની બાળકી થી લઇ 18 વર્ષ સુધીની દીકરીઓ માટે રૂપિયા લઇ એન્ટ્રી પાસ આપી ગરબા રમવા માટે મંજૂરી આપવામાં આવી છે. તે તદ્દન ગેરકાયદેસર અને ધાર્મિક લાગણીઓ વિરુદ્ધ છે કારણ કે નવરાત્રી પર્વ માં અંબાનું માતાજીનું નવ દિવસ ગરબા રમી ધાર્મિક પર્વ ઉજવણી કરવાનો હેતુ છે. તેમજ માતાજીને પૂજન અર્ચન મહિલા દીકરીઓ દ્વારા કરવામાં આવે છે. તેના સન્માન રૂપે ગરબા રમવામાં આવે છે અને હવે જ્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં 33% મહિલા અનામત રાખી મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ તેનું વિધેયક અને કાયદો પાસ કરવામાં આવ્યો છે તે ખરેખર પ્રશંસનીય પગલું છે અને અભિનંદન પાત્ર છે. ત્યારે વડોદરા શહેરના વીએમસી પાલીકા હસ્તકના ગરબા ગ્રાઉન્ડના ગરબા આયોજકો દ્વારા મહિલા અને નાની મોટી દીકરીઓના રૂપિયાથી પાસ કરી કાઢી ગરબા રમવા માટે શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે. તે હિન્દુ ધર્મની લાગણીઓ અને મહિલાઓના અપમાન દીકરીઓનું હેરાનગતિ સમાન છે. 

તેમણે માંગણી કરી છે કે, બે દિવસમાં જાહેરનામું બહાર પાડી ગુજરાતનાં તમામ સરકારી જમીન અને ગ્રાઉન્ડ ગરબા આયોજકોને આપવામાં આવ્યા છે તેમજ ગુજરાતની તમામ પાલિકાના ગ્રાઉન્ડ ગરબા આયોજકોને ગ્રાઉન્ડ જમીન ભાડપટ્ટે આપવામાં આવ્યા છે તે તમામને નોટીસ આપી જાહેરનામું બહાર પાડી નાની મોટી દીકરીઓ માટે કોઈપણ રૂપિયાના પાસ વિના ગરબા રમી શકે અને જે નાની મોટી દીકરીઓના પાસના રૂપિયા લીધા છે તે પરત કરવા તેમજ દીકરીઓના વાલીઓ મહિલાઓ માટે ગરબા રમતી દીકરીઓ જોવા માટે 33% બેસવાની વ્યવસ્થામાં કોઈ પણ રૂપિયા વિના જોઈ શકે તેવું આયોજન કરવા આદેશ કરવા તેમજ કોરાનાકાળ થી યુવા વર્ગમાં ક્રિકેટ રમતા કે ડીજે પર ડિસ્કો કરતા કે દોડતા દોડતાના હાર્ટ એટેકના કિસ્સા વધી ગયા છે તેને ધ્યાનમાં લઇ દરેક ગરબા ગ્રાઉન્ડ પર ડોકટર સાથેની એમબ્યુલન્સ ફરજિયાત રાખવામાં આવે તે જરૂરી છે.


Google NewsGoogle News