નિઝામપૂરા ભુવાનું સમારકામ ભૂખી કાંસમાંથી પાણી ઉતર્યા બાદ જ શરૂ થશે : વડોદરા મ્યુ. કમિશનર દિલીપ રાણા
image : File photo
Vadodara Corporation : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નિઝામપુરાના મુક્તિધામ સ્મશાન ગૃહ પાસે પાંચ દિવસ અગાઉ પડેલા મસ મોટો ભુવો પડ્યો છે. સ્થળ નિરીક્ષણ માટે આવેલા મ્યુ. કમિશનરે સ્પષ્ટ જણાવ્યું છે કે, ભૂખી કાંસનું પાણી ઉતર્યા બાદ જ ભુવાનું રીપેરીંગ કામ થશે. 15થી 20 વર્ષ જુના રોડ પર પડેલા ભુવા બાબતે કોઈપણ એન્જિનિયર સામે પગલાં લેવાશે નહીં તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી. ભૂખી કાંસમાં પાઇપ નાખીને રોડ બનાવી દીધાનું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે. રોડ પર માટી પાથરી દેવાથી ભુવો પડ્યો હોવાનું લોકોનું કહેવું છે. જોકે ભૂખી કાંસનું પાણી કાયમી ધોરણે વહેતું રહે છે. આ પાણી ક્યારેય ઓછું થવાનું નથી. પરિણામે ભુવાનું રીપેરીંગ અશક્ય હોવાનું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ વિસ્તારના નિઝામપુરામાં આવેલા મુક્તિધામ સ્મશાન પાસે ગયા શુક્રવારે નાનો ભુવો પડ્યો હતો. પરંતુ સતત વરસાદના કારણે હવે ભુવો મોટો બની ગયો છે. પરિણામે અંતિમ સંસ્કાર માટે આવતી નનામીને લઈ જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે જાણ થતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા આજે સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. ઉપસ્થિત લોકો સામે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભૂખિ કાંસનું પાણી ઉતર્યા બાદ જ આ ભુવાનું રીપેરીંગ શક્ય બનશે એવું આશ્વાસન આપ્યું હતું. પરંતુ આ બાબતે કોઈપણ એન્જિનિયર સામે પગલાં લેવાશે નહીં એવી સ્પષ્ટતા પણ કરી હતી. આ બાબતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે 15-20 વર્ષ પહેલા અહીંયા ભૂખી કાંસનું નાળું હતું. હવે રોડ થઈ જતા નીચેથી પસાર થતા પાણીને કારણે ભુવો પડે એ પણ સ્વાભાવિક છે. આવું જ કંઈક કારણ કારેલીબાગ મૂળ સર્કલ પાસેના ભુવા બાબતે તેમણે જણાવ્યું હતું. જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે અગાઉ આ જગ્યાએ 18 મીટરનો રોડ હતો પરંતુ કાંસમાં પાઇપ નાખી દેવાથી કાચ પુરાઈ ગયો છે અને પાઇપ ઉપર સ્લેબ બનાવીને ડામર નાખી દીધા બાદ માટી પાથરી દઈને કાસ સાંકડો કરી દેવાયો છે. આમ પાણી સામે અવરોધ ઊભો કરાતા આ ભુવો પડ્યો હોવાનો અનુમાન છે.