Get The App

દાઝેલી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

મૃતકના પરિવારજનને સાથે રાખીને બી ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા બાદ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
દાઝેલી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત થતા  પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર 1 - image

ગોધરાગોધરાની એક પ્રાથમિક શાળામાં થોડા દિવસ અગાઉ દાઝેલી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.  બાળકીના પરિવારજનોએ શિક્ષણ વિભાગ સામે ગંભીર આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. બાળકીના મૃતદેહનું પી.એમ. કર્યા પછી   ગોધરા  સિવિલ હોસ્પિટલમાં કિશોરીનો મૃતદેહ મૂકીને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી.

ગોધરાની એક પ્રાથમિક શાળામાં ધો-૮માં અભ્યાસ કરતી વિધાર્થિની  થોડા દિવસો અગાઉ  શાળામાં ગંભીર રીતે  દાઝી જતા ભારે ખળભળાટ મચી ગયો હતો.જે બાદ બાળકીને ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીની સ્થિતિ વધુ વણસતા વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, તો બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર મામલે જાણવાજોગ નોંધ કરીને સેનિટાઈઝરને કારણે બાળકી દાઝી હોવાનો ઉલ્લેખ કર્યો  હતો. જે બાળકીનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ૩૫ દિવસની લાંબી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું છે. પરિવારજનોએ  જિલ્લાના શિક્ષણ વિભાગ સામે ગંભીર આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો  છે. જેમાં કિશોરીની સારવારના ખર્ચની જવાબદારી સ્વીકાર્યા  બાદ શિક્ષકો અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પાછળથી હાથ અધ્ધર કરી દીધા હતા, જેને લઇને પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતો.  વડોદરાની સયાજી  હોસ્પિટલમાં  પી.એમ. પછી  બાળકીના મૃતદેહને પરિવારજનો ગોધરા ખાતે લાવ્યા હતા, પોલીસ ફરિયાદની માંગ સાથે  પરિવારજનોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે  મૃતદેહને મૂકી દીધો હતો.  પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં કસૂરવારો સામે પોલીસ ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી, જેને લઇને પરિવારજનોનો રોષ પારખી ગયેલી પોલીસે પણ જીદ આગળ નમતું જોખવું પડયું હતું. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતકના પરિવારજનને સાથે રાખીને બી ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા બાદ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.હાલ બાળકીનો મૃતદેહ ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે છે અને પોલીસ બાળકીના પરિવારજનોને બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ 


Google NewsGoogle News