Get The App

બિલ્ડિંગનની તપાસ માટે આર એન્ડ બી ની ટીમ નહીં આવતા તપાસ અટકી પડી

પોલીસે કોર્પોરેશન પાસે માંગેલા નકશા મળી ગયા : એન્જિનિયરને સાથે રાખીને તપાસ થશે

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
બિલ્ડિંગનની  તપાસ માટે આર એન્ડ બી ની ટીમ નહીં આવતા તપાસ અટકી પડી 1 - image

વડોદરા,વાઘોડિયા ડભોઇ  રીંગ રોડ પર ગુરૃકુળ ચાર  રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં પોલીસે સ્કૂલની બિલ્ડિંગનો  કોર્પોરેશન પાસે માંગેલો નકશો આવી ગયો છે.  પરંતુ, આર એન્ડ બી ની ટીમને તપાસ માટે બોલાવવા છતાંય હજી નહીં આવતા તપાસ અટકી પડી છે. 

ગત મહિને  વાઘોડિયા ડભોઇ રીંગ રોડ આવેલી નારાયણ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં એક વિદ્યાર્થીને માથામાં ઇજા થઇ હતી. ત્યારબાદ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા નથી. વિદ્યાર્થીઓને હાલમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં સ્કૂલ સંચાલકોની બેદરકારી અંગે કપુરાઇ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી. દીવાલની મજબૂતાઇ તથા સ્ટ્રક્ચની તપાસ માટે પોલીસ દ્વારા આર એન્ડ બી ડિપાટેમેન્ટને પત્ર લખી ટીમ મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું. આ વાતને ૧૦ દિવસ ઉપરાંતનો સમય થઇ ગયો હોવાછતાંય  હજી ટીમ તપાસ માટે આવી નહી ંહોવાથી તપાસ અટકી  પડી છે. પોલીસે સ્કૂલની બિલ્ડિંગના મંજૂર થયેલા નકશા કોર્પરેશન પાસે માંગ્યા હતા. તે નકશા કોર્પોરેશન દ્વારા પોલીસને આપી દેવામાં આવ્યા છે. પરંતુ, આર એન્ડ બી ની ટીમ તપાસ માટે આવી નહીં હોવાથી આગળની તપાસ થઇ શકતી નથી.આ કેસમાં અગાઉ પોલીસ દ્વારા  સ્કૂલના ટ્રસ્ટી મંડલમાં સામેલ ભાજપના કોર્પોરેટર નૈતિક શાહના પિતા દક્ષેશ શાહ તેમજ અન્ય  ટ્રસ્ટીઓ આર.સી.પટેલ, સી.એમ.શાહ, કે.સી.પટેલ, એન.આઇ. પટેલ, મુકુંદ આર.પટેલના પોલીસે નિવેદનો લીધા છે. જ્યારે એક ટ્રસ્ટી રિપલ નવનીતલાલ મજમુંદાર વર્ષ - ૨૦૦૨ થી અમેરિકામાં સ્થાયી થયા છે. તેઓ ત્યાંના સિટિઝન છે. જેથી, તેઓનું નિવેદન લઇ શકાયું નહતું. ઉલ્લેખનીય છે કે,  છેલ્લે વર્ષ ૨૦૧૬ માં  સ્કૂલમાં રિનોવેશન થયું હતું. જોકે, આખી બિલ્ડિંગ નહીં પણ જ્યાં પોપડા ખરતા હોય ત્યાં જ રિપેરીંગ કામ થયું હતું. જે દીવાલ ધરાશાયી થઇ તેનું ક્યારેય સમારકામ થયું નહતું.


Google NewsGoogle News