વડોદરાની ફતેગંજ પત્રકાર સોસાયટીમાંથી કિંમતી એવી અલભ્ય આંધળી ચાકણ મળી આવી

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
વડોદરાની ફતેગંજ પત્રકાર સોસાયટીમાંથી કિંમતી એવી અલભ્ય આંધળી ચાકણ મળી આવી 1 - image

વડોદરા,તા.2 ઓક્ટોબર 2023,સોમવાર

વડોદરા શહેરના ફતેગંજ પત્રકાર સોસાયટીની પાસેથી અલભ્ય એવું આંધળી ચાકણ સરી સૃપ મળી આવ્યું હતું. 

વડોદરા ફતેગંજ પત્રકાર સોસાયટીમાંથી ત્યાંના રહીશ તપન વ્યાસનો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવાર ઉપર ફોન આવ્યો હતો કે, અમારા મકાન પાસે એક લાલ કલરનો બે મોઢા દેખાય છે તે પ્રકારનો સાપ આવી ગયો છે. જેથી વોલીઅન્ટર અજજુ પઠાણને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા. અહીં લીલોતરીવાળા કાપેલા ઝાડ હોવાથી અંદાજે અડધો કલાકની શોધખોળ કર્યાં બાદ ભારે જહેમતે અહીં આંધળી ચાકણ મળી આવી હતી. જેને પકડીને વન સંરક્ષણ વિભાગની કચેરી, ફતેગંજ ખાતે સુપ્રત કરવામાં આવી હતી. 

જાણવા મળ્યા પ્રમાણે, કેટલાક ઈસમો લાખોની રકમ વસૂલી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા પણ હોય છે.


Google NewsGoogle News