બળાત્કારી ન્યૂરો સર્જન ડો.યશેષ દલાલને પોલીસનું ટિફિન ભાવતું નથી,ઘરનું ટિફિન લાવવાની માંગ પોલીસે ફગાવી
વડોદરા,તા.24 ફેબ્રુઆરી,2019,રવિવાર
ફિઝિયોથેરાપિસ્ટ યુવતી પર બળાત્કારના કેસમાં પકડાયેલા ડોક્ટર યશેષ દલાલના આવતીકાલે રિમાન્ડ પુરા થતાં તેમને કોર્ટમાં રજૂ કરાશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,ન્યૂરો સર્જન ડો.યશેષ દલાલના આવતીકાલે સાત દિવસના રિમાન્ડ પુરા થઇ રહ્યા છે.હજી આ કેસમાં ઘણા પુરાવા ભેગા કરવાના બાકી છે.
બીજી તરફ ડોક્ટર અને યુવતી વચ્ચે થયેલા ચેટિંગ અને વાયરલ કરેલા ફોટાની તપાસ ચાલી રહી છે.જ્યારે,યુવતી પાસે વધુ વિગતો માંગવામાં આવનાર છે.પોલીસ ફોરેન્સિક નિષ્ણાતોના પણ સંપર્કમાં છે.
હોટલોમા રંગરેલિયા મનાવનાર ડોક્ટર યશેષ દલાલને પોલીસ લોકઅપમાં પોલીસનું ખાવાનું ભાવતું નહીં હોઇ તેણે ઘરના ટિફિનની માંગણી કરી છે.પરંતુ પોલીસે તેની માંગણી સ્વીકારી ન હતી.