પરિણીતા સાથે ફ્રેન્ડશિપ કર્યા બાદ ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારનાર પકડાયો
વડોદરાઃ ગોત્રી વિસ્તારની પરિણીતા સાથે ફ્રેન્ડશિપ કર્યા બાદ મરજી વિરૃધ્ધ શારીરિક સબંધ બાંધી ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારનાર યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,ભરૃચના ઝાડેશ્વર બસસ્ટેન્ડ નજીક હરિઓમ કોમ્પ્લેક્સમાં રહેતા હર્ષ મનોજભાઇ ગુલવાણી સાથે મારે પરિચય થયો હતો.ત્યારબાદ મિત્રતા કેળવાતાં હર્ષે મારી સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી હતી.તેણે મારી સાથે જબરદસ્તી કરી શારીરિક સબંધ બાંધ્યો હતો.
આ દરમિયાન હર્ષે મારા ન્યૂડ ફોટા લઇ લીધા હતા અને મને આ ફોટા વાયરલ કરવાની વારંવાર ધમકી આપી હોટલ તેમજ અન્ય જગ્યાએ મને બોલાવી જબરદસ્તી સબંધ બાંધતો હતો.
પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,હર્ષ ગુલવાણી એવી પણ ધમકી આપતો હતો કે જો તું કોઇને વાત કહીશ તો તારા પતિને ફોટા બતાવી દઇશ.આખરે કંટાળીને મારે પોલીસ ફરિયાદ કરી છે.ગોત્રી પોલીસે આરોપીની અટકાયત કરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.