વડોદરાની રાવપુરા પોલીસે લેપટોપ, કિમતી ડોક્યુમેન્ટ્સ સાથેનું બેગ યુવતીને પરત કરાવ્યું

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
વડોદરાની રાવપુરા પોલીસે લેપટોપ, કિમતી ડોક્યુમેન્ટ્સ સાથેનું બેગ યુવતીને પરત કરાવ્યું 1 - image

વડોદરા,તા.7 ડિસેમ્બર 2023,ગુરૂવાર

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રિક્ષામાં બેસીને દાંડિયાબજાર વિસ્તારમાં યુવતી ઉતરી ગઇ હતી. પરંતુ તેનું લેપટોપ, રોકડ રકમ અને ડોક્યુમેન્ટ ભરેલું બેગ ભુલી ગઇ હતી. જેની યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષા ચાલકનો શોધી કાઢી યુવતીને લેપટોપ સાથેનું બેગ પરત કરાવ્યું હતું.

મૂળ કાલોલ તાલુકાની અને હાલમાં દાંડિયાબજાર વિસ્તારના કન્યા છાત્રાલયમાં રહેતી ભાર્ગવી નરેન્દ્રસિંહ રાઠોડ સયાજીગંજ વિસ્તારમાંથી રિક્ષામાં બેસીને પોતાના નવરંગ ખમણ હાઉસ કાતે ઉતરી ગઇ હતી પરંતુ યુવતી રિક્ષામાં પોતાનું લેપટોપ રાખેલુ બેગ ભુલી ગઇ હતી. જેમાં લેપટોપ 35 હજાર, રોકડા રૂપિયા બે હજાર અને ડોક્યુમેન્ટ હતા. જેથી  યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેથી પોલીસે તાત્કાલિક સીસીટીવી કંટ્રોલ રૂમને જાણ કરીને રિક્ષાના નંબરના આધારે ચાલકને શોધી કાઢ્યો હતો અને તેને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. ત્યારબાદ રાવપુરા પોલીસે યુવતીને પોતાનું લેપટોપ ભરેલુ બેગ પરતદ કરાવ્યું હતું.


Google NewsGoogle News