રાજકોટ અગ્નિકાંડ ઇફેક્ટ : વડોદરામાં સરસ્વતી કોમ્પ્લેક્સ સીલ : વિન્સ હોસ્પિટલ, નવયુગ વિદ્યાલયમાં તપાસ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડ ઇફેક્ટ : વડોદરામાં સરસ્વતી કોમ્પ્લેક્સ સીલ : વિન્સ હોસ્પિટલ, નવયુગ વિદ્યાલયમાં તપાસ 1 - image


Fire Safety Drive in Vadodara : રાજકોટના મોલમાં લાગેલી આગની ઘટના બાદ વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગની આગેવાનીમાં શહેરના મનોરંજન સ્થળ ઉપરાંત શૈક્ષણિક સંકુલો અને હોસ્પિટલ ખાતે તપાસ ચાલી રહી છે. જ્યાં આજે કોર્પોરેશન દ્વારા અટલાદરા સ્થિત વિન્સ હોસ્પિટલ અને સમા સાવલી સ્થિત નવયુગ વિદ્યાલયમાં ફાયર સેફટી સહિતનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે માંજલપુર વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્સ ને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગની અસર છેલ્લા સપ્તાથી વડોદરામાં પણ જોવા મળી રહી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી વિવિધ છ જેટલી ટીમો બનાવવામાં આવી છે. જ્યારે ઝોન કક્ષાએ આઠ ટીમો બનાવવામાં આવી છે. જેમાં ફાયર વિભાગની આગેવાનીમાં ટાઉન પ્લાનિંગ, રેવન્યુ, આરોગ્ય સહિતની ટીમોને સાંકળી લઇ અલગ અલગ વિસ્તારોમાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ ત્યાં તપાસ ચાલી રહી છે. આજે અટલાદરા વિસ્તારમાં આવેલ વિન્સ હોસ્પિટલ ખાતે ફાયર બ્રિગેડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સમા સાવલી રોડ ખાતે આવેલ નવયુગ વિદ્યાલયમાં ફાયર બ્રિગેડની સાથે ટાઉન પ્લાનિંગ, રેવન્યુ અને નાયબ મામલતદારના સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યા પ્રમાણે, નવયુગ વિદ્યાલય રહેઠાણ વિસ્તારમાં ઉભી કરવી દેવામાં આવી છે. અહીં કોમર્શિયલ પ્રવૃતિ રહેઠાણ વિસ્તારમાં ચાલતી હોવાથી પ્રાથમિક તબક્કે તે યોગ્ય નથી. શાળામાં અલગ અલગ પાંચ વિભાગ ઉભા કરી દેવામાં આવ્યા છે. આ તમામ બાબતે તપાસ કરવા સાથે નોટીસ સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પ્લેક્સની વાયરસિટીની સુવિધા યોગ્ય નહીં હોવાને ધ્યાનમાં રાખી આજે તાત્કાલિક અસરથી સરસ્વતી કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.


Google NewsGoogle News