રાજકોટ ઇફેક્ટ : વડોદરામાં મરીમાતાનાં ખાંચામાં આવી દુકાનો ખાતે પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ
by Vadodara police at such shops in Khancha of Marimata
Vadodara Fire Safety Drive : રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને મેગા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યાંરે વડોદરાના મરીમાતા ખાંચામાં આવેલ મોબાઈલની દુકાનમાં વડોદરા શહેર પોલીસ દ્વારા દુકાનદારોની પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સરદાર ભુવનના ખાચામાં આવેલી સૌથી વધુ દુકાનોને પાલિકા તંત્ર દ્વારા ફાયર સેફટી તેમજ ટ્રાફિકને અગવડતાના કારણે સીલ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ મરીમાતા ખાંચામાં આવેલા મોબાઈલની દુકાનમાં પોલીસ દ્વારા વિગતો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વડોદરાનું મોબાઈલ માર્કેટ ગણાતું એવું મરીમાતાના ખાંચામાં ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. સાંકળી ગલી હોવાના કારણે સ્થાનિકો તેમજ વેપારીઓમાં વારંવાર ઘર્ષણ સર્જાતું હોય છે તથા ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ પણ અહીંની દુકાનોમાં જોવા મળતો હોય છે. જેને અનુલક્ષીને આજરોજ શહેર પોલીસ દ્વારા મરીમાતાના ખાંચામાં આવેલા દુકાનો ખાતે પૂછપરછની ક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાં દુકાનદારની દુકાન પોતાની છે કે નહીં ? જો ભાડાની છે તો ભાડા કરાર કરેલ છે કે નહીં ? તેમજ તમામ દસ્તાવેજી પુરાવા દુકાનના તેઓની પાસે છે કે નહીં? તેમજ દુકાન પાસે પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં? વગેરેની તપાસ કરવામાં આવી છે.