રાજકોટ અગ્નિકાંડ ઇફેક્ટ; એફોર્ડેબલ હાઉસિંગ અને રેસ્ટોરન્ટનું ચેકિંગ
Image: Facebook
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ ની દુર્ઘટના બાદ એક્શનમાં આવેલા પાલિકા તંત્રની વિવિધ આઠ ટીમો જુદા જુદા વિસ્તારમાં ફાયર એનઓસી સહિત વિવિધ ચકાસણી માટે એક્શન માં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ગેમ ઝોન માં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પાલિકા તંત્રનું ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરના અનેક સિનેમા ઘરો, મોટા કોમ્પ્લેક્સ શો સહિત, વિવિધ બિલ્ડીંગોને સીલ મારવાની કાર્યવાહી સહિત નોટિસ પણ પાલિકા તંત્રના ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી છે.
દરમિયાન પાલિકાના ફાયર વિભાગની વિવિધ આઠ ટીમો શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ અર્થે રવાના થઈ ગઈ છે. આ તમામ ટીમો દ્વારા અગાઉ જ્યાં સીલ મારવામાં આવ્યા છે એવા વિસ્તાર અને એવી મિલકતો એરિયામાં આવે છે કે કેમ એ અંગેની પણ તપાસ કરશે અને અગાઉ મારવામાં આવેલા સીલ અંગે પણ ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમો ની યોજનામાં પણ સઘન ચેકિંગ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ગોત્રી વિસ્તારમાં આવેલા યસ કોમ્પ્લેક્સ સહિત જુદા જુદા વિસ્તારના રેસ્ટોરાં તથા અન્ય બહુમાળી કોમ્પલેકસોની પણ ફાયર એનઓસી બાબતે ચકાસણી કરાશે. જેમાં કોઈપણ જાતની ક્ષતિ જણાશે તો નોટિસો આપવા સહિત સીલ મારવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ ફાયર ઓફિસરે જણાવ્યું હતું.