ગોધરા, ઝાલોદ અને શહરેમાં રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ
શહેરામાં વીજ વાયરો અને વૃક્ષ તૂટયા સુખી ડેમમાં આવક વધતા પાણી છોડયું
વડોદરા, પંચમહાલ ગોધરા,ઝાલોદ અને શહેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો.
ગોધરામાં ગઇકાલે આખો દિવસ બફારો રહ્યા બાદ રાત્રે ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકતા લાઇટો ગુલ થઇ ગઇ હતી.ઝાલોદમાં રાત્રે ત્રણ ચાર કલાક સાથે ભારે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. આશરે ૨૯ મિમિ વરસાદ નોંધાયો હતો. પવનને લીધે ખેતી પાકોને નુકસાન થયું હતું.શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. કેટલીક જગ્યાએ વીજ વાયરો અને વૃક્ષ તૂટયા હતા.
દાહોદ જિલ્લામાં રાત્રે તોફાનીપવન સાથે વરસાદ થતા ત્રણ મકાનોને આંશિક નુકસાન થયુ ંહતું.
પાવી જેતપુરના સુખી ડેમ વિસ્તારમાં એક ઇંચથી વધુ વરસાદ થતા ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ૦.૬૦ મીટર ખોલી ૪૧૬૮ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો સતર્ક કરાયા છે.