Get The App

૪૧.૮ ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા બાદ વડોદરામાં ૪૮ કિલોમીટરની ઝડપે સાંજે પવન ફૂંકાયા બાદ વરસાદ

તીવ્ર ગતિથી ફૂંકાયેલા પવનથી ધૂળની ડમરીઓ ઉડી ઃ અડધા ઇંચ વરસાદથી ગરમીમાં શેકાતા લોકોએ રાહત અનુભવી

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
૪૧.૮ ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા બાદ  વડોદરામાં ૪૮ કિલોમીટરની ઝડપે સાંજે પવન ફૂંકાયા બાદ વરસાદ 1 - image

વડોદરા, તા.9 વડોદરા શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો  હતો. જૂન માસની ગરમીમાં અષાઢી માહોલ સર્જાયો હતો. આજે ૪૧.૮ ડિગ્રી સુધી તીવ્ર ગરમીનો અહેસાસ લોકોએ કર્યા બાદ સાંજે ૪૮ કિ.મી.ની સ્પીડે વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડયા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વડોદરામાં થંડરસ્ટ્રોમની અસર વચ્ચે સમી સાંજે સર્જાયેલા વાતાવરણના પગલે લોકો અટવાયા  હતાં. હવામાં પણ ધૂળની ડમરીઓ ઉડતા રોડ પરની વિઝિબિલિટી પણ ઘટી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે હવામાનખાતા દ્વારા મધ્ય ગુજરાતના વાતાવરણમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે સવારથી જ સખત ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. બપોર સુધી ૪૧.૮ ડિગ્રી જેટલી તીવ્ર ગરમીમાં શેકાતા લોકોને સાંજે વાતાવરણ બદલાતા રાહત થઇ હતી. વાતાવરણમાં અણધાર્યો બદલાવથી સાંજના સુમારે વાતાવરણે લોકોને ઠંડકનો અહેસાસ કરાવ્યો હતો. હવામાનખાતાના જણાવ્યા મુજબ સાંજે છ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી ૪૮ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. પવન બાદ વરસાદી ઝાપટું પડયું હતું. સૂત્રોએ કહ્યું હતું કે અડધા ઇંચ વરસાદથી વાતાવરણ ખુશનૂમા થઇ ગયું  હતું.

સાંજે પાંચ વાગ્યા સુધી હવામાન વિભાગમાં તાપમાનનો મહત્તમ પારો ૪૧.૮ ડિગ્રી નોંધાયો હતો જ્યારે પવનની ગતિ માત્ર ૧૨ કિલોમીટર હતી. પ્રિ મોન્સુન એક્ટિવિટિના ભાગરૃપે બદલાયેલા વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ ૫૨ અને સાંજે ૩૧ ટકા નોંધાયું હતું. પરંતુ સાંજે વાતાવરણમાં બદલાવ આવતાની સાથે જ વાતાવરણ ઠંડકભર્યુ થઇ ગયું હતું.




Google NewsGoogle News